તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કલા મહાકુંભની સફળતા માટે તંત્ર દ્વારા સિટીની કલા સંસ્થાઓનો સહયોગ લેવાશે

કલા મહાકુંભની સફળતા માટે તંત્ર દ્વારા સિટીની કલા સંસ્થાઓનો સહયોગ લેવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફીસરની કચેરી, નર્મદાભવનના ચોથા માળે સ્પર્ધકોએ કલા મહાકુંભમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઓપન કેટેગરીના તમામ લોકોએ કચેરી ખાતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કેયુર મહેરીયા,ડીએસઓ.

સિટી રિપોર્ટર | વડોદરા

રાજ્યભરમાંસાંસ્કૃતિક વાતાવરણના નિર્માણાર્થે પ્રથમ વખત કરાયેલા કલા મહાકુંભના આયોજનના રજિસ્ટ્રેશનની શરૂઆત થઇ ચૂકી છે. તા.15 જુલાઇ સુધી કલા મહાકુંભના રજિસ્ટ્રેશન કરવામાં આવશે. સામાન્ય રીતે આવા આયોજનોમાં શાળાઓ તથા સરકારી સંસ્થાઓ ભાગ લેતી હોય છે. પરંતુ વડોદરા શહેરમાં કલાનો ખૂબ મોટો વારસો હોવાથી વડોદરાના સ્થાનિક કલાકારો પણ કલા મહાકુંભમાં જોડાય તેવી પ્રક્રિયાઓ તંત્ર દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને સિટીની નાટક, નૃત્ય તથા અન્ય તમામ કલાઓ ક્ષેત્રે પ્રવૃત્ત સંસ્થાઓ સાથે બેઠક યોજીને કલાકારોની નોંધણીમાં સહયોગી બનવાનો અનુરોધ કરવામાં આવનાર છે. તેમ ડીએસઓ કેયુર મહેરીયાએ જણાવ્યુ હતું.

Kala Mahakumbh

અન્ય સમાચારો પણ છે...