Home » Madhya Gujarat » Latest News » Vadodara City » મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓનો એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાયો

મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓનો એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાયો

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:05 AM

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા મ.સ.યુનિ.માં આવેલ કેરિયર કાઉન્સેલિંગ પ્લેસમેન્ટ સેલ દ્વારા રવિવારે યુનિ.માં 1,200...

  • મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓનો એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાયો
    એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

    મ.સ.યુનિ.માં આવેલ કેરિયર કાઉન્સેલિંગ પ્લેસમેન્ટ સેલ દ્વારા રવિવારે યુનિ.માં 1,200 જેટલા વિદ્યાર્થીઓના મોબાઇલ એપ્લિકેશન બેઝ્ડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવ્યા હતા.મોબાઇલની લિંક આપ્યા બાદ વિદ્યાર્થીઓએ મોબાઇલમાં ટેસ્ટ આપ્યા હતા.ટેસ્ટના પરિણામના આધારે વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં 50 કલાકની ટ્રેઇનિંગ અપાશે. અગાઉ યુનિ.દ્વારા ખાનગી સંસ્થાઓ સાથે એપ્ટિટ્યૂડ ટેસ્ટ અંગે એમ.ઓ.યુ કર્યા હતા.જેના ભાગ રૂપે એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાનું હતું.રવિવારે યોજાયેલા એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં નવા શૈક્ષણિક સત્ર 2018-19માં એડમિશન મેળવેલ 1,200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.યુનિ. કેમ્પસમાં રજિસ્ટ્રેશન કરાવેલા વિદ્યાર્થીઓની પરીક્ષા પી.જી.યુનિટ,ગર્લ્સ કોલેજ ખાતે યોજાઈ ંહતી.એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં કુલ 60 પ્રશ્નો પૂછ‌ાયા હતા.જેમાં જનરલ એપ્ટિટ્યૂડ,બી.એફ.એસ.આઇ,એકાઉન્ટ એન્ડ ફાઇનાન્સ,સેલ્સ એન્ડ માર્કેટિિંગ તથા રિટેઇલ માર્કેટિંગ હતું.એપ્ટિટ્યૂડ ટેસ્ટનું રિઝલ્ટ એક અઠવાડિયામાં અગાઉથી રજિસ્ટ્રેશન કરવામાં આવેલ ઇ-મેઇલ એડ્રેસ પર મોકલવામાં આવશે.આવશે.

    CCPC દ્વારા કોમર્સ ફેકલ્ટી માં 1200 વિઘાર્થીઓનો મોબાઈલ એપ્લિકેશન થી એપ્ટિટયૂડ ટેસ્ટ લીઘો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ