તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાણીની લાઇનના મેન્ટેનન્સ માટે 3.60 કરોડનો ખર્ચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની લાઇનના મેન્ટેનન્સ માટે 3.60 કરોડનો ખર્ચ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાળાનીગરમીનો પ્રારંભ થઇ ચૂકયો છે ત્યારે પાણીની લાઇનમા ભંગાણ પડવા સહિતની ઘટનાઓને પહોંચી વળવા માટે કુલ રૂા.3.60 કરોડના ખર્ચને મંજુરીની મહોર મારવામાં આવી છે.

શહેરમાં રોજનું 4650 લાખ લિટર પાણી પાલિકા દ્વારા 18 લાખની જનસંખ્યાને પૂરુ પાડવામાં આવી રહ્યું છે. ઉનાળાને ધ્યાનમાં રાખી શહેરના ચારેય ઝોનમાં પાણી પુરવઠા વિતરણ શાખા તરફથી પાણીની નળિકાની નિભાવણી માટેના વાર્ષિક ઇજારા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં,દરેક ઝોનમાં 90 લાખ રૂપિયાની નાણાંકિય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જેના માટે સ્થાયી સમિતિમાં ચાર જુદી જુદી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જોકે, પશ્ચિમ,પૂર્વ અને ઉત્તર ઝોનમાં એક કોન્ટ્રાકટરનું લોએસ્ટ ટેન્ડર રહેવા પામતા તેના માટે હાલમાં ત્રણ મહિના સુધી કામગીરી કરાવવા માટે સ્થાયી સમિતિએ ઠરાવ કર્યો હતો તો દક્ષિણ ઝોનમાં અન્ય કોન્ટ્રાકટર હોવાથી તેનો વાર્ષિક ઇજારો મંજુર કરતો ઠરાવ પસાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો