તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટમાં 14 Kmની ઝડપે ગરમ પવન ફૂંકાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં 14 kmની ઝડપે ગરમ પવન ફૂંકાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાળોહળવે-હળવે અસલ રંગમાં આવતો જાય છે. શનિવારે રાજકોટમાં 14 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાયો હતો. બપોરે 1 થી 4 વાગ્યા વચ્ચે ઘરની બહાર નીકળનારા લોકોને આકરા તાપનો અહેસાસ થયો હતો. મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 37 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

હવામાન વિભાગના સૂત્રોએ આગાહી કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ચોક્કસ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ આગામી 48 કલાક સુધી 38 ડિગ્રીથી ઉપર રહેશે અને બપોરથી સાંજના 6 વાગ્યા સુધી પવનની ઝડપ સામાન્ય કરતા વધુ રહેશે. શનિવારે 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો તેનાથી પણ વધુ ઝડપ રહેશે.

સૌરાષ્ટ્રના દરિયાકિનારાના શહેરોમાં હજુ તાપમાનનો પારો ઊંચકાયો નથી. પરંતુ 48 કલાક બાદ ભાવનગર, દ્વારકા, ઓખા અને વેરાવળમાં પણ મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થાય તેવી પણ સંભાવના છે ત્યારે અન્ય શહેરોમાં 38 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.

ક્યા કેટલી ગરમી

શહેર તાપમાન

રાજકોટ36.3

અમરેલી 37.0

ભાવનગર 35.6

દ્વારકા 29.0

ઓખા 29.1

પોરબંદર 31.8

વેરાવળ 29.9

સુ.નગર 36.3

ભુજ 34.8

નલિયા 32.2

અમદાવાદ 36.8

ડીસા 35.4

ગાંધીનગર 36.8

વડોદરા 36.4

સુરત 36.2

વલસાડ 35.9

કંડલા 34.3

વિદ્યાનગર 35.7

દીવ 34.0

મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી નોંધાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો