તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતરાજ્ય ચૂંટણી પંચ દ્વારા તા.8 એપ્રિલે રાજ્યની 1828 ગ્રામ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત વડોદરા જિલ્લામાં યોજાનાર 57 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું શનિવારે સવારે 11 વાગે પ્રસિદ્ધ કરાતાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત તા.23 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે.

વડોદરા જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં 263 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. જ્યારે 32 ગ્રામ પંચાયતો સમરસ બની હતી. વડોદરા જિલ્લામાં યોજાનાર 57 ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ડભોઇ તાલુકામાં 26, વાાઘોડિયા તાલુકાની 20, શિનોર તાલુકાની 9 તેમજ વડોદરા અને સાવલી તાલુકાની 1-1 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે આગામી તા.18 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થતાં ચૂંટણી માટેનાં ફોર્મ ભરાવાની શરૂઆત થઇ છે. તા.23 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે. તા.24 માર્ચે ફોર્મ ચકાસણી પ્રક્રિયા થશે. જ્યારે તા.25 માર્ચ ફોર્મ પરત લેવાનો છેલ્લો દિવસ રહેશે. તા.8 એપ્રિલે મતદાન અને તા.11 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો