તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખેતીમાં ખાતરના કાર્યક્ષમ ઉપયોગથી પાકમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતીમાં ખાતરના કાર્યક્ષમ ઉપયોગથી પાકમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કૃષિ યુનિ.માં યુવા ખેડૂતોનો તાલીમ કાર્યક્રમ : ખેડુતોની આવક બમણી કરવા અભિગમ

જૂનાગઢકૃષિ યુનીવર્સિટી અને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર અેન્ડ કેમીકલ્સ લી., વડોદરા દ્વારા કૃષિ-પશુપાલન ઉપરનો સૌરાષ્ટ્રના યુવા ખેડૂતોનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમ કાર્યક્રમમાં કૃષિ યુનિ.ના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એ.એમ.પારખીયાએ જણાવ્યું હતું કે યુવાનોમાં ભરપુર શક્તિ રહેલી છે અને જો યુવાનાેને સાચી તાલીમ તથા દાેરવણી આપવામાં આવે તો ધાર્યું પરિણામ મેળવી શકાય. જી.એસ.એફ.સી કંપની ખેડૂતોને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા પર ભાર મુકે છે. હાલ ખેતીમાં પરિવર્તન યુગ ચાલી રહ્યો છે ત્યારે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને પાકનું વાવેતર કરવું જોઇએ. કાર્યક્રમમાં જી.એસ.એફ.સી રાજકોટના રીજીયોન્લ મેનેજર વી.જી.વાછાણી, બી.એસ.વાસની, ડો.જી.આર.ગોહિલ, વી.જી.બારડ સહીતના હાજર રહ્યાં હતાં. સાથે નાબાડ અને કૃષિ યુનિ. દ્વારા પાંચ વર્ષમાં આવક બમણી કરવા માટેનો એક દિવસનો વર્કશોપ યોજાયો હતો. નાબાડનો હેતુ અને કઇ રીતે પાંચ વર્ષમાં આવક બમણી કરી શકાય તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તકે ડો.એ.એમ.પારખીયા, વિમલ મિસરા, ડો.જી.આર.ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતાં.

તાલીમ કાર્યક્રમનું દિપ પ્રાગ્ટય કરતાં વિસ્તરણ શિક્ષણ નિયામક. તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો