તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી યોજના હેઠળની કામગીરી ઠપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
DRDA કરાર આધારિત કર્મચારીઓ હડતાળ પર

વડોદરાજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ જિલ્લાના તાલુકાઓમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓએ પગાર વધારાની માગણી સાથે 200 થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળનો આશરો લીધો છે. જેથી તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોમાં થતી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના હેઠળની કામગીરી ઠપ થઇ ગઇ હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી ગ્રામીણ વિસ્તારોમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની કામગીરી કરવામાં આવે છે. કામગીરી પર સુપરવિઝન, વહીવટી પ્રક્રિયા સહિતનું કામકાજ કરાર આધારિત કર્મચારીઓ દ્વારા કરાતું હોય છે. જેમને ફિક્સ પગાર ચૂકવાય છે. ફિક્સ પગારથી કામગીરી કરતા ડીઆરડીએના કર્મચારીઓ દ્વારા વારંવાર પગાર વધારવાની માગણી કરાતી હતી. પરંતુ રાજ્ય સરકાર તરફથી કોઇ પગલાં નહીં લેવાતાં શનિવારથી કર્મચારીઓએ અચોક્કસની મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જેના પગલે તાલુકાઓમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના કામો ખોરવાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો