તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાદરવા કેન્દ્રમાં ચોરી થતી હોવાની બોર્ડમાં ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાદરવા કેન્દ્રમાં ચોરી થતી હોવાની બોર્ડમાં ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાશહેર-જિલ્લામાં આવેલા સાવલી તાલુકાના ભાદરવા કેન્દ્ર ખાતે છડેચોક ચોરી થતી હોવાની ફરિયાદ વાલી દ્વારા શિક્ષણ બોર્ડ સમક્ષ કરવામાં આવતાં શહેર-જિલ્લાની શિક્ષણ આલમમાં ભારે દોડધામ મચી ગઇ હતી. શનિવારે મોડી સાંજ સુધી ડીઇઓ કચેરી ખાતે ફરિયાદને લઇને બેઠક ચાલી હતી.

ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ભાદરવા કેન્દ્ર ખાતે માત્ર ધો. 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં કુલ 4 બિલ્ડિંગ અંતર્ગત 750 જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. સ્ક્વોડ, પોલીસ તથા વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની ટીમ પણ કેન્દ્ર પર ફરજ બજાવી રહ્યાં છે. જો કે તેમ છતાં ભાદરવા ખાતે ચાલતી ધો.10ની પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ રાજ્યના શિક્ષણ વિભાગમાં એક વાલી દ્વારા કરવામાં આવી છે.

જેને પગલે શનિવારે મોડી સાંજ સુધી કચેરી ખાતે બેઠકોના દોર ચાલ્યા હતા. ડીઇઓ એમ.એલ.રત્નુએ જણાવ્યું હતું કે, ભાદરવા ખાતે માત્ર ધો.10ની પરીક્ષા લેવાય છે. જેમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ વાલી દ્વારા બોર્ડમાં કરવામાં આવી છે. કચેરી દ્વારા પરીક્ષાના આગામી દિવસો માટે વધુ પોલીસ, સ્ક્વોડ અને શિક્ષણાધિકારી કચેરીના વધુ અધિકારીઓ ખડેપગે રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ ટીમો તૈનાત કરાશે : ડીઇઓ

વ્યવસ્થા વધારવા માટે બેઠક યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો