તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શેરખી ગાયત્રી આશ્રમમાં ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાનની સુવિધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરખી ગાયત્રી આશ્રમમાં ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાનની સુવિધા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહીનદીના કિનારે શેરખી ગામે આવેલા બ્રહ્મર્ષિ સંસ્કાર તીર્થ-ગાયત્રી આશ્રમ ખાતે તા.28 માર્ચથી તા.5 એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રિ ઉજવવામાં આવનાર છે. જેથી ચૈત્રી નવરાત્રિમાં અનુષ્ઠાન કરવા ઇચ્છતા સાધકો માટે નિ:શુલ્ક સુવિધા-વ્યવસ્થા આપવાનું આયોજન કરાયું છે.

ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગાયત્રી આશ્રમ ખાતે કરવામાં આવનાર આયોજન અંગે માહિતી આપતાં ગાયત્રી ઉપાસક પૂ.હર્ષદ બાપાએ જણાવ્યું હતું કે, આદ્ય શક્તિ મા જગદંબાના ઉપાસના પર્વ ચૈત્રી નવરાત્રિના ઉત્સવમાં માઇ ભક્તો 9 દિવસ સુધી અનુષ્ઠાન દ્વારા માતાજીની આરાધના કરે છે. જેથી માઇ ભક્તો મહી નદીના કિનારે આવેલા ગાયત્રી આશ્રમના પવિત્ર વાતાવરણમાં રહીને નવરાત્રિનું અનુષ્ઠાન કરી શકે તે હેતુથી સતત બીજા વર્ષે અનોખી વ્યવસ્થા કરાઇ છે.

પૂ.હર્ષદ બાપાએ વધુમાં ઉમેર્યું હતું કે, આશ્રમના નિયમોને આધીન રહીને શ્રદ્ધાળુઓને ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન કરવા માટે પ્રવેશ આપવામાં આવશે. અનુષ્ઠાનમાં ભાગ લેવા ઇચ્છતા સાધકોને ફોન નં. 99251-49662 અને 96879-46077 પર સંપર્ક કરવા જણાવાયું છે. પૂ.બાપાએ શ્રદ્ધાળુઓ-માઇ ભક્તોને શ્રદ્ધા અને સાધના દ્વારા આત્મકલ્યાણ, સુઆરોગ્ય, સુખશાંતિ, સદ્બુદ્ધિ અને પરમાત્માના આશીર્વાદ મેળવી શકે તે માટે ગાયત્રી આશ્રમમાં આવી અનુષ્ઠાન કરવા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે તા.28 માર્ચથી તા.5 એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રિ મનાવાશે. દરમિયાન સાધકોને રોજ આશ્રમ ખાતે યોજાતી યજ્ઞ વિધિના પૂજન-દર્શનનો લ્હાવો મળશે.

આશ્રમમાં સાધકોને કઇ સુવિધા અપાશે?

{સાધકો માટે મફત રહેવાની સગવડ

{ એક ટાઇમ ફળાહાર, એક ટાઇમ ભોજન, 2 ટાઇમ ચા અપાશે

{ સાધકોને દર્ભનું આસન, રુદ્રાક્ષની માળા, ગૌમુખી અપાશે

ગાયત્રી ઉપાસક પૂ.હર્ષદ બાપાની નિશ્રામાં અનુષ્ઠાન

અનુષ્ઠાન કરનાર સાધકોને નિ:શુલ્ક સેવાઓ અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો