તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અલકાપુરી જૈન સંઘમાં 5000 પુસ્તકો સાથે લાઇબ્રેરી જ્ઞાનમંદિર શરૂ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલકાપુરી જૈન સંઘમાં 5000 પુસ્તકો સાથે લાઇબ્રેરી-જ્ઞાનમંદિર શરૂ કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરામાંશહેરમાં જૈન સમુદાયના 60 દેરાસરો આવેલા છે. જે પૈકીના 11 દેરાસરોમાં જ્ઞાન મંદિરની સુવિધા ઉપલબ્ધ છે. હવે યાદીમાં અલકાપુરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ પણ સામેલ થયું છે. ગત સપ્તાહ વડોદરા આવેલા સરસ્વતીલબ્ધપ્રસાદ-જૈનાચાર્ય પૂ. રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજના હસ્તે અલકાપુરી જૈન સંઘ ખાતે શ્રૃતસંગમની મદદથી તૈયાર કરવામાં આવેલા જ્ઞાનભંડાર- લાયબ્રેરીનું ઉદઘાટન કરાયા બાદ શહેરનું 12 મું જૈન દેરાસર લાઇબ્રેરીની સુવિધાથી સજ્જ થયું છે. 5000 પુસ્તકો સાથે અલકાપુરી જૈન દેરાસરમાં શરૂ કરાયેલા જ્ઞાનભંડારમાં સાધુ- સાધ્વીજી ભગવંતો તેમજ શ્રાવક-શ્રાવિકાઓ માટેના વાંચવાલાયક પુસ્તકો ઉપલબ્ધ કરાવાયાં છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં આવેલા જૈન દેરાસરો પૈકી સૌથી મોટી લાઇબ્રેરી-પુસ્તકાલય આત્માનંદ જૈન ઉપાશ્રય સંચાલિત હંસ વિજય કાંતિ વિજય લાઇબ્રેરી છે. નરસિંહજીની પોળમાં આવેલી લાઇબ્રેરીમાં 12 હજારથી વધુ હસ્તલિખિત પ્રતો તેમજ 1 લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. પુસ્તક અને પુસ્તકાલયનું મહત્વ હંમેશા રહ્યું છે.

જૈનાચાર્ય પૂ.રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજના પુસ્તકો વાંચવાનો નાગિરકોને લ્હાવો મળશે

પદ્મભૂષણએવોર્ડ માટે પસંદ થયેલા 303 જૈનાચાર્ય પૂ.રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજે 303 પુસ્તકોની રચના કરી છે. પૂ.મહારાજ સાહેબના પ્રસિદ્ધ થયેલા પુસ્તકો પણ અલકાપુરી જૈન સંઘના જ્ઞાનમંદિરમાં ઉપલબ્ધ કરાવાયા છે. જેથી શહેરના જૈન સમુદાયને પૂ.મહારાજ સાહેબના પુસ્તકો વાંચવાનો લ્હાવો મળશે.

અલકાપુરીજૈન સંઘમાં સાધુ-સાધ્વીજી અને શ્રાવકો માટે ઉપયોગી પુસ્તકો ઉપલબ્ધ

અલકાપુરીજૈન સંઘમાં 5000 પુસ્તકો સાથેની લાઇબ્રેરી શરૂ કરાઇ છે. જેમાં સાધુ-સાધ્વીજી મહારાજ તેમજ શ્રાવકો માટે ઉપયોગી પુસ્તકો ઉપલબ્ધ છે. સાધુ-સાધ્વીજી મહારાજના ભણતર માટેના પુસ્તકો તેમજ શ્રાવક-શ્રાવિકાઓને આચારચુસ્ત બનાવતા અને આત્માના વિકાસ માટેના પુસ્તકોનો ભંડાર છે.

પૂ.રત્નસુંદર સૂરીશ્વર મહારાજના હસ્તે લાઇબ્રેરીનું ઉદઘાટન

શહેરનું 12 મું જૈન દેરાસર લાઇબ્રેરીની સુવિધાથી સજ્જ થયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો