તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કુવૈતમાં નોકરી માટે ગયેલા 10 યુવકોના શોષણ મામલે આત્મવિલોપનનો પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુવૈતમાં નોકરી માટે ગયેલા 10 યુવકોના શોષણ મામલે આત્મવિલોપનનો પ્રયાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફતેગંજનીઇન્ટરનેશનલ ઓવરસીઝ સર્વિસ નામની કંપની દ્વારા કુવૈતમાં લેબર ટેકનિશ્યનના કોન્ટ્રાકટ હેઠળ 10 યુવાનોને કુવૈત મોકલાયા બાદ એક માસમાં યુવાનોનું શોષણ થતાં કુવૈતથી પરત આવેલા યુવકોએ ન્યાય માટે કંપનીની ઓફિસમાં ધસી જઇ આક્રોશ સાથે ધરણાં કર્યાં હતાં. શહેરની યુવા સેનાના કાર્યકરોએ મામલે ઝુકાવી કંપનીની ઓફિસ પાસે આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે પાંચ યુવકોની અટકાયત કરી હતી.

શહેરની યુવા સેનાના લખન દરબારે જણાવ્યું હતું કે ગોરવા વિસ્તારમાં રહેતા મોહસિન રાણા સહિતના 10 યુવકોને ફતેગંજ સેફ્રોન ટાવરમાં આવેલી ઇન્ટરનેશનલ ઓવરસીઝ નામની કંપની દ્વારા માસ પહેલાં કુવૈતમાં લેબર ટેકનિશ્યનની નોકરી માટે ત્રણથી ચાર મહિનાના કોન્ટ્રાકટ હેઠળ કુવૈત મોકલવામાં આવ્યા હતા. યુવાનો પાસેથી 5000થી 10,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. જો કે યુવાનોએ આરોપ લગાવ્યો હતો કે કુવૈતમાં 1 મહિનો કામ કર્યા પછી કંપનીએ શોષણ કરવાનું શરૂ કર્યું હતું. યુવાનો પાસે બીજા પ્રકારનાં કામો કરાવાતાં હતાં.યુવાનો પાસે પૈસા પણ ખૂટી ગયા હતા.શોષણથી કંટાળી ગયેલા કેટલાક યુવાનોએ ઘેરથી પૈસા મંગાવીને વડોદરા પરત ફર્યા હતા અને યુવા સેનાના લખન દરબાર સહિતના કાર્યકરોને વાત કરી હતી.

જે કંપનીમાં કામ કરવા ગયા તે કંપની હતી

^હું3 મહિના પહેલાં ઇન્ટરનેશનલ ઓવરસીઝ સર્વિસ નામની કંપનીમાં 5000 રૂપિયા ભરીને લેબર કામ માટે કુવૈત ગયો હતો. જો કે ત્યાં ગયા પછી મને જાણ થઇ કે મને જે કંપનીમાં કામ કરવા મોકલ્યો હતો, તે કંપનીનું અસ્તિત્વ હતું. મારા જેવા ઘણા યુવકો ત્યાં ફસાઇ ગયા હતા. અમારું શોષણ થઇ રહ્યું હતું, જેથી ઘેરથી પૈસા મંગાવીને હું પાછો આવ્યો હતો. > મોહસિનરાણા, ભોગબનનાર યુવક, ગોરવા

એક મહિનામાં કંટાળેલા 10 યુવકો ઘરેથી પૈસા મંગાવીને વડોદરા પરત ફર્યા

ફતેગંજની ઇન્ટરનેશનલ ઓવરસીઝ સર્વિસની ઓફિસ પાસે ધરણાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો