તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હાલોલ સબ જેલમાંથી કેદી ગાર્ડને ચકમો આપી ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ સબ જેલમાંથી કેદી ગાર્ડને ચકમો આપી ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલસબ જેલમાંથી એક કેદી ગાર્ડને ચકમો આપી ભાગી જતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. કેદી ભાગી જવાના બનેલા બનાવની ફરિયાદ જેલગાર્ડ ચતુરભાઇ મકવાણાએ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ 2016ની સાલમાં વાહન ચોરીના ગુનામાં કોર્ટે તા.3/9/16ના રોજ જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી આપેલ કેદી સાહેજાદ ઉર્ફે કાસમ શેખ ઉ.વ. 30, રહે. હાજી મહોલ્લા ભાંડવાડા, ફતેપુરા વડોદરા સબ જેલમાં હતો. સબ જેલમાં સફાઇ કામદારના હોવાથી કેદી જેલમાં સફાઇ કામ કરતો હતો. જેથી જેલગાર્ડ તરીકે ફરજ બજાવતા 4 ગાર્ડોને તેને ભરોસો બતાવતા સમયે ફરિયાદી જેલગાર્ડનું ટિફિન આપી ગયા બાદ આરોપી કેદીને જેલગાર્ડે માનવતાના નાતે જમવા પૂછયું હતું કે કેદીએ હા પાડતા જેલગાર્ડે કેદીને જેલની કોટડીનો દરવાજો ખોલી હાથ ધોવાના બહાને બહાર નિકળ્યો હતો. હાથ ધોઇને જેલગાર્ડને ચકમો આપી ભાગી છૂટયો હતો.

જેલગાર્ડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી

ફતેપુરાનો શખ્સ વાહનચોરીમાં ઝડપાયો હતો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો