• Gujarati News
  • National
  • પાણીનો ફોલ્ટ શોધવા ખાડો ખોદ્યો, ખાડામાં પિતા પુુત્રી સહિત 5 પડ્યાં

પાણીનો ફોલ્ટ શોધવા ખાડો ખોદ્યો, ખાડામાં પિતા-પુુત્રી સહિત 5 પડ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના છીપવાડ વિસ્તારમાં દૂષિત પાણીનો ફોલ્ટ શોધવા માટે બે દિવસ સુધી ચાલેલી કામગીરી બાદ ખાડા પુરાણ કરવામાં કોન્ટ્રાકટરે દાખવેલી બેદરકારી દુર્ઘટના બનવાની રાહ જોઇ રહ્યો છે. આ સંજોગોમાં, છીપવાડ વિસ્તારમાં બાળકો સાથે પાંચ નાગરિકો તેનો ભોગ બનતાં રહી ગયાં હતાં.

શહેરમાં છીપવાડ,નવાપુરા,વારસિયા સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો ઉઠી હતી અને પાલિકામાં તેને લઇને મોરચા પણ આવ્યા હતા. જેથી, છીપવાડ એસઆરપી તંંબુ પાસે પાલિકાએ દૂષિત પાણીનો ફોલ્ટ શોધવા માટે ખાડો ખોદાવ્યો હતો અને કોન્ટ્રાકટરને જવાબદારી સોંપી હતી. આ કામગીરી પાલિકાના ભાજપના જ કાઉન્સિલર વિજય પવારના ઘર પાસે જ કરવામાં આવી હતી અને ત્યાં ફોલ્ટ મળ્યો હતો.વરસતા વરસાદની વચ્ચે બે દિવસ સુધી ખાડા ખોદીને કામગીરી કરાવવામાં આવી હતી પરંતુુ શુુક્રવારે વરસતા વરસાદમાં ખાડાની કામગીરી અધૂરી રહી હતી અને તેમાં પુરાણ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું.ખાડાની અધૂરી કામગીરી ત્રણ ઇંચ વરસાદ વચ્ચે યેનકેન કારણોસર બંધ રહીં હતું. જેના પરિણામે, શુક્રવારે સવારે પિતાપુુત્રી, વિદ્યાર્થી સહિત પાંચ નાગરિકો વારાફરતી તેમાં પડ્યાં હતાં. સદ્નસીબે, સ્થાનિક રહીશો દોડી આવતાં મોટી જાનહાનિ ટળી હતી અને દુર્ઘટનાની ઘાત ગઇ હતી. નવાઇની વાત તો એવી છે કે, પાલિકા અને કોન્ટ્રાકટરની બેદરકારીનો ભોગ નાગરિકો બને તેવી ગંભીર સ્થિતિ ઉભી થઇ હોવા છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હાલ્યું નથી.

રોગચાળો યથાવત્ : વધુ એક મહિલાનું મોત નિપજ્યું
વડોદરા | વડોદરામાં રોગચાળો કાબુમાં આવવાનું નામ નથી લઇ રહ્યો. આજે પણ શહેરમાં જમનાબાઈ હોસ્પિટલ પાસે રહેતી એક મહિલાનું રોગચાળામાં મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિઓનો કોલેરા પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યો હતો. હાથીખાના વિસ્તારની નવીનગરીના 46 વર્ષિય યુવક અને પ્રતાપનગર વિસ્તારની 40 વર્ષિય મહિલાને કોલેરા પોઝિટિવ હોવાના કારણે દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી. આજે દર્દીઓની સંખ્યાનો ઉમેરો કરતાં પંદર દિવસમાં 103 વ્યક્તિઓ ચેપી રોગોનો ભોગ બની હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હમણાં સુધી ત્રણ વ્યક્તિઓ દૂષિત પાણી પીવાનાં કારણે મૃત્યુ પણ પામી હતી.

ખાડો કોન્ટ્રાકટરે કર્યો, પૂરશે પાલિકા
છીપવાડમાં ગંદા પાણીનુું મૂળ શોધવા માટે કોન્ટ્રાકટરે ખાડો ખોદાવ્યો હતો અને તેના ચાર મજૂરો ત્યાં બે દિવસથી કામ કરતા હતા. આ ભાગમાં બેરિકેડ પણ મૂકવામાં આવ્યા હતા પરંતુ વરસાદમાં બેરિકેડ પણ ગાયબ થઇ ગયા છે અને હવે બીજી દુર્ઘટના ના થાય તે માટે પાલિકા ખાડાનું પુરાણ કરી રહી છે ત્યારે આ ખાડો લોકો માટે મોતના કૂવા સમાન બન્યો છે.

અધિકારી- કોન્ટ્રાકટર બંને જવાબદાર
છીપવાડમાં ખાડો ખોદનાર કોન્ટ્રાકટરે ખાડો પૂરવાનો હોય છે અને તેની કામગીરીનું મૂલ્યાંકન પાલિકાના જે તે અધિકારીએ કરવાનું હોય છે. પિતાપુુત્રી, બાળક સહિત પાંચ લોકો પાણીનો ભરાવોવાળા ખાડામાં પડ્યાં હતાં અને સ્થાનિકોએ તેમને ઉગાર્યાં હતાં. જે તે અધિકારી અને કોન્ટ્રાકટરની સીધી જવાબદારી છે. વિજય પવાર, કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે...