• Gujarati News
  • National
  • નવા કોર્ટ સંકુલમાં હવે લાઇબ્રેરી મુદ્દે નવો વિવાદ

નવા કોર્ટ સંકુલમાં હવે લાઇબ્રેરી મુદ્દે નવો વિવાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા કોર્ટ સંકુલમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હજી ઉકેલાયો નથી ત્યાં હવે લાઇબ્રેરીનો નવો પ્રશ્ન ઉભો થયો થયો છે. લાઇબ્રેરી માટે પણ નવા સંકુલમાં રૂમની ફાળવણી થઇ ન હોવાના કારણે હવે લોબીમાં જ લાઇબ્રેરી શરૂ કરવાના આજે બેનર લાગતાં આ બાબત વકીલોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

સિનિયર વકીલ તુષાર વ્યાસે જણાવ્યું હતું કે, લાઇબ્રેરી અંગે રૂમની હજી સુધી ફાળવણી થઇ નથી. પાંચ મહિના બાદ પણ હજી માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. વકીલ મંડળના પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર નલિન પટેલે જણાવ્યું હતું કે, નવા કોર્ટ સંકુલમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હજી ઉકેલાયો ન હોઈ પરિસ્થિતિ વિકટ બની છે અને તેના કારણે તેમણે આજે ચીફ જસ્ટિસની એપોઇન્ટમેન્ટ માંગતાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે બુધવારે તેમને મિટિંગ કરવા માટે બોલાવ્યા છે. આ મિટિંગમાં પ્રશ્નોની ચર્ચા થશે.

અન્ય સમાચારો પણ છે...