• Gujarati News
  • National
  • શહેરમાં શુક્રવારે ધીમી ધારે એક ઈંચ વરસાદ

શહેરમાં શુક્રવારે ધીમી ધારે એક ઈંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં છેલ્લા 36 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં શુક્રવારના રોજ સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. જેના કારણે નેશનલ હાઈવે પર એલએન્ડટી નોલેજ સીટીની બાજુમાં નિચાણવાળા વિસ્તારમાં આવેલા પ્રિયંકા નગરના 50 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ જતા 250 જેટલા લોકોને હાઈવે પર સુઈને રાત વિતાવી પડી હતી. છેલ્લા ચોવિસ કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારમાં આવેલ પ્રિયંકા નગરમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા હતા.મકાનમાં પાણી ઘુસી જતા તેઓ અને તેમના પરિવારને આખી રાત રોડ પર સુઈ રહેવું પડ્યું હતું. જ્યારે ઘર વખરી અને અનાજને નુકશાન થયું હતું. તંત્રને આ અંગે જાણ કરી પરંતું કોઈ સહાય કરવા પહોચ્યું ન હતું. બીજી તરફ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગે તેમને કોઈ મેસેજ ન મળ્યાં હોવાનું જણાવ્યું હતું.

શુક્રવારની સવારથી જ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર, સવારે 10 થી 12માં 5 એમએમ, બપોરે 12 થી 2માં 4 એમએમ અને બપોરે 2 થી 4માં 12 એમએમ મળી કુલ 1 ઈંચ થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

નેશનલ હાઈવે પર આવેલું પ્રિયંકાનગર પાણીમાં ગરકાવ, 250 લોકોએ રોડ પર સૂઈ રાત વિતાવી
શહેર-િજલ્લામાં કેટલો વરસાદ

વડોદરા | 21 mm

પાદરા | 12 mm શિનોર |5 mm

ડભોઈ | 24 mm વાઘોડિયા | 3 mm

કરજણ | 4 mm

ડેમ, સરોવરની સપાટી

નર્મદા | 109.96 mtr

આજવા |205.90 ફૂટ વિશ્વામિત્રી | 8 ફૂટ

પ્રિયંકાનગરમાં વરસાદી પાણી શુક્રવારે પણ ન ઉતરતા વસાહતના રહીશો પોતાના ઘરમાં જઈ શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...