• Gujarati News
  • National
  • વરસાદથી વેસ્ટર્ન રેલવેને રૂ. 5 કરોડનું નુકસાન

વરસાદથી વેસ્ટર્ન રેલવેને રૂ. 5 કરોડનું નુકસાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | મુંબઇ - દિલ્હી વચ્ચે રેલ વ્યવહાર બે દિવસ બાદ ધીમેધીમે થાળે પડી રહ્યો છે. રેલવે દ્વારા શુક્રવારે - શનિવારે કોઇ ટ્રેન રદ કરવામાં આવી નથી. વેસ્ટર્ન રેલવેને તા. 10 અને 11 ના રોજ 54 ટ્રેન રદ થવાથી અંદાજે રૂ.5 કરોડ ઉપરાંતનું નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે વડોદરા સ્ટેશનથી અંદાજે રૂ. 11 લાખ રિફંડ ચૂકવવામાં આવ્યું હતું. જ્યારે વેસ્ટર્ન રેલવેના સી.પી.આર.ઓ રવિન્દ્ર ભાસ્કરે જણાવ્યા મુજબ વેસ્ટર્ન રેલવેને રિફંડ અને અન્ય ખર્ચ મળી કુલ રૂ. 5 કરોડ ઉપરાંતનું નુકસાન બે દિવસમાં થયું છે.

અન્ય સમાચારો પણ છે...