• Gujarati News
  • National
  • હાર્ટમાં રહેલી ચિપ તમારા ધબકારાનો SMS સ્વજનને મોકલી દેશે

હાર્ટમાં રહેલી ચિપ તમારા ધબકારાનો SMS સ્વજનને મોકલી દેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાર્ટ અટેકથી મોતના બનાવો વધવા લાગ્યા છે ત્યારે હવે હાર્ટના દર્દીઓમાં મોતનો રેશીઓ ઓછો કરવા માટે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં દર્દીના હાર્ટમાં એક ચિપ ઈન્સ્ટોલ કરવામાં આવશે, જે ચિપ હોસ્પિટલના કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ હશે. દર્દીના ધબકારા 120થી 170 ઉપર જતાંની સાથે જ હોસ્પિટલમાં લાગેગ સિસ્ટમમાં એલર્ટ ટોન વાગશે અને દર્દીના પરિવારના સભ્યોના મોબાઇલમાં મેસેજ આવી જશે. મેસેજ આવતાની સાથે જ સભ્યો દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરશે, જેના કારણે હાર્ટના દર્દીઓમાં મારવાના આંકડા ઘણા ઓછા થઈ જશે. તેમ ફ્યુચર ઇન કાર્ડિયોલોજી વિષય પર બરોડા મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલ ફ્રાઇડે ઇવનિંગ ટોકમાં ડો.દર્શન બેન્કરે જણાવ્યું હતું.

BMA

Talk

‘ફ્યુચર ઇન કાર્ડિયોલોજી’ની ટોકમાં હાર્ટ એટેક આવતાં પહેલાં જ ધબકારાની વધઘટ જણાવતી ચિપ કેવી રીતે કાર્ય કરશે તેની માહિતી અપાઇ
નેનો ટેકનોલોજી દ્વારા હાર્ટના પ્લેસમેન્ટને સરળ બનાવી શકાશે : ડૉ.દર્શન બેન્કર
મરણનો રેશિયો કેટલો?

વર્ષ 1950 30
વર્ષ 1980 55-60
વર્ષ 2015 75


કાર્ડિઓલોજીમાં આવનારા નવા આયામો જણાવાયા

ડૉ.દર્શન બેન્કર દ્વારા બીએમએ ખાતે ટોકમાં નવી વાતો જણાવવામાં આવી હતી

દવાવાળું ભાવતું ફંક્શનલ ફૂડ માર્કેટમાં આવી જશે
ડાયાબિટીસના દર્દીઓને જમ્યા પછી કે પહેલા દવા લેવાની હોય છે, અમુક સમયે દર્દીઓ દવા લેવાનું ભૂલી જાય તો રોગ વધી જાય છે. રોગ વધે નહીં, અને દર્દીઓને દવા લેવાનું ભુલાય નહીં માટે ફંક્શનલ ફૂડ માર્કેટમાં આવશે. જેમાં દર્દીને અનુકૂળ ફૂડમાં જ દવાનું મિશ્રણ હશે. જેથી જમ્યા પહેલા કે પછી દવા લેવાની જરૂર નહીં પડે.

જિન્સ થેરાપી અનેક રોગોને કંટ્રોલ કરી દેશે
બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કંટ્રોલ કરવા હવે દવા નહીં જિન્સ મોડ્યુલેશન થશે. જિન્સ મોડ્યુલેશનથી તમામ રોગોને વધતા અટકાવી શકાશે. આ સાથે બાળકના જન્મથી જ જિન્સ મેપિંક કરવામાં આવશે. જેમાં ખ્યાલ આવી જશે કે બાળકને ભવિષ્યમાં કયો રોગ થશે, અને તે જ સમયે યોગ્ય સારવાર આપીને તે રોગને ત્યાંજ અટકાવી દેવાશે.

2040 સુધી મૃત્યુ દર 100 થી 110 થઇ જશે
વડોદરા અત્યાર સુધી આપણી પાસે ખરાબ કૉલરસ્ટ્રોલ ઘટાડવાની દવા ઉપલબ્ધ છે, પરંતુ આવનાર સમયમાં સારા કૉલરસ્ટ્રોલ વધારવાની દવા શોધાઈ રહી છે. જેથી મૃત્યુ દર 2040 સુધી એવરેજ 100 થી 110 સુધી થઈ જશે. આજે વિશ્વમાં સૌથી ઉપર જો કોઈપણ કન્ટ્રીનો મૃત્યુ દર છે તો તે નોર્વેજયન અને અમેરિકનોનો છે જે 85 થી 90 છે.

અન્ય સમાચારો પણ છે...