• Gujarati News
  • National
  • ક્રિયેટિવિટી કરવા સક્ષમ મગજને રસ્તો ન મળે તો ક્રાઇમ કરવા તરફ દોરાય છે

ક્રિયેટિવિટી કરવા સક્ષમ મગજને રસ્તો ન મળે તો ક્રાઇમ કરવા તરફ દોરાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં પહેલીવાર એક સાથે 5થી 15 વર્ષના 200 બાળકો દ્વારા બનાવવામાં આવેલ 200 આર્ટવર્કના એક્ઝિબિશનમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. વાયર, ગુંદર, દોરડું અને પેપર પ્લપ દ્વારા આર્ટવર્ક બનાવવા પાછળનું કારણ જણાવતા હોબી સેન્ટરના માલિક કાંતિ રાણાએ જણાવ્યુ હતુ કે બાળકોમાં રહેલી સ્કિલ, મેમરી પાવર અને ક્રિએટીવીટી વધારવા માટે પેપર આર્ટવર્કનું આયોજન કરાયું હતું. જો બાળકમાં રહેલ યોગ્યતાને યોગ્ય સમયે ઓપ ન અપાય તો તેમની ક્રિએટિવિટી મરી જતી હોય છે અને બાળકો અવડે રસ્તે વળી જતા હોય છે, ક્રિયેટિવિટી કરવા સક્ષમ મગજ ક્યારેક ક્રાઇમ કરવા તરફ દોરાય છે. કારણ કે 5થી 15 વર્ષની ઉંમર એવી છે કે જ્યાં બાળકની કલ્પનાશક્તિનો વિકાસ થતો હોય છે. જો તેને યોગ્ય ઓપ ન અપાય તો તેઓ ખોવાયેલા રહે છે અને માનસિક અસ્વસ્થ થઈ જાય છે. માટે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિને બહાર લાવવી જરૂરી હોય છે. જેથી તેઓ ખુશ રહી તણાવથી દુર રહે. આ પ્રકારથી જો બાળકોની ક્રિએટિવિટી બહાર લાવવામાં આવશે તો બાળકો આર્ટિસ્ટ નહીં ડાયનામીક પર્સનાલીટી બનશે. આજના સમયમાં જો બાળકોના ઓબ્ઝર્વેશન પાવર-થીંકિંગ પવારને એક્સ્પ્રેશનમાં કન્વર્ટ કરાય તો બાળકોનો સર્વાંગીક વિકાસ યોગ્ય રીતે થઈ જશે.

Child Psycology

200 આર્ટવર્કના એક્ઝિબિશનમાં અનેક લોકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...