• Gujarati News
  • National
  • ડોમિસાઇલ સર્ટિફિકેટની તપાસ કરવા રજૂઆત

ડોમિસાઇલ સર્ટિફિકેટની તપાસ કરવા રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

સુરત શહેરમાં એમ.બી.બી.એસના કોર્સમાં એડમિશન લેવા માટે બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટની વાત બહાર આવતાં શહેરમાં વાલીઓએ એમ.બી.બી.એસમાં એડમિશન લેવા માટે રજૂ કરેલા ડોમિસાઇલ સર્ટિફિકેટની ઝીણવટભરી તપાસ કરવા કલેક્ટરને રજૂઆત કરી હતી.

વાલીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા વીરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં એમબીબીએસમાં એડમિશન માટે રાજ્યમાં રહેતા અને બહારથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે અલગ સીટોની ફાળવણી કરી છે.જેમાં 85 ટકા રાજ્યના અને 15 ટકા બહારના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. રાજ્યમાંથી એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. અન્ય રાજ્યોમાંથી અહીંયાં આવીને ભણતા છાત્રોનાં ડોમિસાઇલ સર્ટિફિકેટ સાથે તેમના છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ પણ ધ્યાને લેવો જોઈએ.સુરતમાં બોગસ સર્ટિફિકેટનો મામલો બહાર આવતાં તંત્રેએ સતર્કતા વાપરવી જોઈએ અને ડોમિસાઇલ સર્ટિફિકેટની યોગ્ય ચકાસણી કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...