તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લોટરી લાગી હોવાનું જણાવી યુવાને અશ્લીલ મેસેજ મોકલ્યા

લોટરી લાગી હોવાનું જણાવી યુવાને અશ્લીલ મેસેજ મોકલ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ગોરવા સુભાનપુરા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય ગૃહિણીને મોબાઇલ પર ફોન કરીને તમને 25 લાખની લોટરી લાગી હોવાનું જણાવ્યા બાદ વોટેસપ પર અશ્લિલ મેસેજ અને વિડીયો મોકલવાનું શરુ કરતાં ગૃહિણી પરેશાન થઇ ગઇ હતી. આખરે પોલીસની મદદ લઇને મહિલાએ મેસેજ મોકલનારા શખ્સનો વોટેસપ નંબર બ્લોક કર્યો હતો.

ગોરવા-સુભાનપુરામાં રહેતી 38 વર્ષીય ગૃહિણી જયોતિ (નામ બદલ્યું છે)ના મોબાઇલ ફોન પર સવારે 9 વાગે એક યુવાને ફોન કર્યો હતો. હિન્દી ભાષામાં વાત કરતાં આ યુવાને પોતાની કંપનીની ઓળખ આપી મહિલાને 25 લાખની લોટરી લાગી હોવાનું જણાવી વાતચીત શરું કરી હતી અને કંપનીને લગતી માહિતી જણાવી હતી.જો કે જયોતિએ પોતે કોઇ લોટરીની ટિકીટ ખરીદી ના હોવાનું જણાવી તેની સાથે વાત કરવાનું ટાળ્યું હતું પણ આમ છતાં આ યુવાને ફરી ફોન કર્યો હતો અને વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જયોતિ હોશિયાર હોવાથી તેણે ફરી વાત કરવાનું ટાળી યુવાનને ધમકાવ્યો હતો. તેના પરિવારના સભ્યએ પણ યુવાનને ફોન પર ધમકાવ્યો હતો, જેથી આ શખ્સે ફોન કરવાનું બંધ કર્યું હતું.જો કે થોડા સમય બાદ વોટેસપ પર આ શખ્સે જયોતિને અશ્લિલ મેસેજીસ અને વિડીયો મોકલવાના શરુ કર્યા હતા.

વોટેસપ પર મેસેજ આવવાના શરુ થતાં જયોતિ પરેશાન થઇ ગઇ હતી અને પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે આ શખ્સનો વોટેસપ નંબર બ્લોક કરાવ્યો હતો.

આ પ્રકારના ફોન આવે તો શું કરવુંω
શહેર પોલીસના સાયબર સેલના ઇન્ચાર્જ પીઆઇ એ.આર.ગોહિલે જણાવ્યું હતું કે લોટરી લાગી છે કે નોકરી મળશે તેવી વિવિધ લાલચના ફોન આવે તો સૌ પ્રથમ તો ફોન પર તે વ્યકતી જોડે વાત કરવાનું ટાળવું જોઇએ. તેની લાલચભરી વાતોમાં રસ દાખવવો જોઇએ નહીં.વારંવાર આ પ્રકારના ફોન આવે તો તેનો નંબર બ્લોક કરવો અને વોટેસપ નંબર પણ બ્લોક કરવો જોઇએ અને ત્યારબાદ જરુર પડે નજીકના પોલીસ સ્ટેશનમાં અને શહેર પોલીસની સાયબર સેલ શાખાને જાણ કરવી જોઇએ. આ પ્રકારના ફોન કોલ પ્રત્યે સાવધાની રાખવી જરુરી છે.

અન્ય સમાચારો પણ છે...