તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્ટુડન્ટ ડીનના નામે ફેક મેસેજ વાઇરલ કરાયો

સ્ટુડન્ટ ડીનના નામે ફેક મેસેજ વાઇરલ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં યુવા શક્તિ ગ્રૂપના વિજય નરિયાની દ્વારા સ્ટુડન્ટ ડીન સંજય કરાંદીકરના નામે એમ.એસ.ગર્લ્સ હોસ્ટેલમાં એડમિશન મામલે ફેક મેસેજ વાઇરલ કર્યો હતો.વાત વાયુવેગે ફેલાઇને સ્ટુડન્ટ ડીન સુધી પહોંચી હતી અને તેમણે કાર્યકરોને ઠપકો આપીને ફરી આ પ્રકારનું કામ ન કરવા જણાવ્યું હતું.

ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એડમિશન સમયે જ હોસ્ટેલમાં એડમિશન લેવા માટેની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.જૂજ ડિપાર્ટમેન્ટમાં એડમિશન પ્રક્રિયા હજી બાકી છે.ગુરુવારે સવારે સ્ટુડન્ટ ડીન પાસે જઇને અત્યાર સુધીના એડમિશન માટેની માહિતી મેળવવામાં આવી હતી.ત્યાર બાદ ગુરુવારે બપોરે 1:30 વાગ્યાની આસપાસ યુવા શક્તિ ગ્રૂપના વિજય નારીયાનીએ સ્ટુડન્ટ ડીન સંજય કરાંદીકરના નામે ગર્લ્સ હોસ્ટેલમાં એડમિશન બંધ થઇ ગયાં છે તેવા ફેક મેસેજ વાઇરલ કર્યા હતા.વાત વાયુવેગે ફેલાઇ હતી અને સ્ટુડન્ટ ડીન સુધી પહોંચી હતી.સ્ટુડન્ટ ડીને યુવા શક્તિના કાર્યકરોને બોલાવીને ઠપકો આપ્યો હતો અને આગળ આ પ્રકારનું કામ ન કરવા માટે ચેતવણી આપી હતી.જોકે ગર્લ્સ હોસ્ટેલમાં અલગ-અલગ કેટેગરી ‌પ્રમાણે એડમિશન રિઝર્વ રાખ‌વામાં આવતાં હોય છે.જ્યાં સુધી તમામ એડમિશન પ્રક્રિયા પૂરી ન થઇ જાય ત્યાં સુધી એડમિશન મેરિટ પ્રમાણે મ‌ળવાની શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...