તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કરમાં અહેવાલ વાંચીને આધેડની આત્મહત્યા અટકી

ભાસ્કરમાં અહેવાલ વાંચીને આધેડની આત્મહત્યા અટકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનસિક હતાશામાં પોતાનું જીવન ટૂંકાવવા સુધી પહોંચી ગયેલા લોકોનું કાઉન્સેલિંગ કરીને તેમનું આત્મઘાતી વલણ દૂર કરવાનું કાર્ય કરતી એક સામાજિક સંસ્થા અંગે 30મી એપ્રિલે દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયો હતો. શહેરમાં તે જ દિવસે આત્મહત્યા કરવાનો ફૂલપ્રૂફ પ્લાન બનાવીને બેઠેલા એક આધેડે સવારના સમયે અહેવાલ વાંચ્યા બાદ સંસ્થાનો સંપર્ક કર્યો હતો.

શહેરના વાઘોડિયા રોડ પાસે રહેતા એક આધેડ છેલ્લા ઘણાય સમયથી હતાશ હતા. જેનું મૂળ કારણ બેરોજગારી અને પરિવારની જવાબદારી હતું. તેમણે પોતાના જન્મદિવસ 30મી એપ્રિલે જ પોતાના ઘરના ટેરેસ પરથી આત્મહત્યા કરવું નક્કી કરી લીધું હતું. 30મી એપ્રિલના રોજ દિવ્યભાસ્કરમાં એક સમયે પોતે આત્મહત્યા કરવા નીકળેલા કે.એસ. છાબરા અને હાલમાં પોતાની સામાજિક સંસ્થા આનંદ આશ્રમ દ્વારા હતાશામાં પોતાનું જીવન ટૂંકાવવા સુધી પહોંચી ગયેલા લોકોનું કાઉન્સેલિંગ કરવાનું કાર્ય કરતા હોવાનો અહેવાલ પ્રકાશિત થયો હતો.

સવારે ઉઠીને આત્મહત્યા કરવા જતા પહેલા છાપું વાંચવાની આદત ધરાવતા આધેડે પ્રકાશિત થયેલો અહેવાલ વાંચતા જ એક વખત સંસ્થાનો સમ્પર્ક કર્યો હતો અને ફોન પર તેમનો અવાજ સાંભળીને તેમને સંસ્થાના ચેર પર્સન કે.એસ.છાબરાએ તેમને તરત મળવા માટે બોલાવ્યા હતા અને તબક્કાવાર તેમના કાઉન્સેલીંગની પ્રક્રિયા પુરી કરી હતી. જેના કારણે આજે આ વ્યક્તિ શહેરની એક રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરી રહયા છે અને ભવિષ્યમાં કોઈપણ હતાશ થયેલ વ્યક્તિની મદદ કરવાનો સંકલ્પ પણ લઇ લીધો છે.

જીવન પાટે ચઢાવવા આર્થિક મદદ પણ કરી
આ વ્યક્તિનો ફોન આવ્યો ત્યારે તેનું મેન્ટલ બ્રેક ડાઉન ચરમ સીમાએ હતું. તે પોતાની આવતીકાલ થશે કે કેમ તેની અવઢવમાં હતો. તેણે રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી. શરૂઆતમાં તેનું જીવન પાટે ચઢાવવા માટે આર્થિક મદદ પણ કરી અને ત્યારબાદ તેઓ અંતે પોતાની હતાશામાંથી મુક્ત થયા ત્યારે અમને પણ થોડી રાહત થઇ. કે. એસ. છાબરા, સ્થાપક, આનંદ આશ્રમ

અન્ય સમાચારો પણ છે...