તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભારતી વિદ્યાલયમાં બેના બદલે એક જ પાળી કરી દેવાઇ

ભારતી વિદ્યાલયમાં બેના બદલે એક જ પાળી કરી દેવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

ભારતી વિદ્યાલયમાં થયેલા હત્યાના બનાવને એક સપ્તાહ જેટલો સમય થઇ ગયો છે પરંતુ પરિસ્થિતિ સમગ્ર રીતે કાબૂમાં ન આવી હોવાથી શાળા દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ડરનો માહોલ દૂર કરવા સહિત વિદ્યાર્થીઓની સલામતી માટેની સ્વૈચ્છિક કામગીરી શરૂ કરી દીધી છે. બે પાળીમાં ચાલતી સ્કૂલને એક પાળીમાં ચલાવવાનો નિર્ણય સ્કૂલ દ્વારા લેવામાં આવ્યો છે અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓ કરતાં પહેલાં શિક્ષકોને મોકલવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની બેગના ચેકિંગથી લઈને સ્કૂલની સલામતી સુધીની તકેદારી રાખવાની શરૂ કરી દેવામાં આવી છે અને શાળાના સી.સી.ટી.વી કેમેરા પુનઃ કાર્યરત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...