તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવકને ધોઇ નાખ્યો

બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવકને ધોઇ નાખ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેંડીગેટ રોડ ઘંટીયાળા પાસેથી પસાર થતા યુવકને સયાજી સ્કૂલનાં બાળકોને ઉઠાવી જવા આવ્યો હોવાની શંકા રાખી બેથી ત્રણ શખ્સોએ ઢોર માર માર્યો હતો. યુવકે ચૂંટણી કાર્ડ બતાવી આજીજી કરવા છતાં ત્રિપુટીએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું. ઘટનાની જાણ થતાં વાડી પોલીસે સ્થળ પર પહોંચી યુવકની પૂછતાછ કરતાં બરોડા ડેરી પાસે આમલેટની લારી પર કામ કરતો હોવાની વિગતો બહાર આવી હતી. માત્ર અફવાના આધારે યુવકને માર મારનાર ત્રિપુટી વિરુદ્ધ વાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડભોઇ રોડ શાંતિનગરમાં રહેતો શૈલેશ મિશ્રા બરોડા ડેરી પાસેની અામલેટની લારી પર કામ કરે છે. શુક્રવારે તેની માતાનો મોબાઇલ રિપેરિંગ કરવા માટે તે મરીમાતાના ખાંચામાં ગયાે હતો. જયાંથી તે ગેંડીગેટ રોડ તરફ ગયો હતો.દરમિયાન ઘંટીયાળા પાસે બેથી ત્રણ શખ્સોએ તેને અટકાવ્યો હતો. સયાજી સ્કૂલનાં બાળકોને ઉઠાવવા આવ્યો છે તેવી શંકા રાખી શખ્સોએ તેને માર માર્યો હતો. યુવકે તેમને ભારે આજીજી કરી હતી, તેની પાસેનું ચૂંટણી કાર્ડ પણ બતાવ્યું હતું.જોકે, ટોળકીઅે તેની કોઇ પણ વાત સાંભળ્યા વગર માર મારવાનું ચાલુ રાખ્યું હતું. ઘટનાની જાણ થતાં વાડી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પીઆઇ આર.આર.વસાવાએ યુવક જે લારી પર કામ કરતો હતો તેના શેઠ રાજાભાઇને બોલાવી ખાતરી કરી હતી. અફવાઓના પગલે થયેલી ગેરસમજના કારણે જ ટોળકીઅે તેને માર માર્યો હતો. સીસીટીવીના ફૂટેજોની ચકાસણી કરી યુવકને માર મારનાર બે થી ત્રણ શખ્સો સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું પીઆઇએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ તાંદલજામાં સાંકરદાની બે મહિલાને ટોળાઅે માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...