તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેયર કમિશનરની ખુરશી સહિત મિલકતો વેચી પૈસા ચુકવો

મેયર-કમિશનરની ખુરશી સહિત મિલકતો વેચી પૈસા ચુકવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેન્ડ રેફરન્સ કેસમાં સિવિલ કોર્ટે અરજદારને રૂા.1,15,58,991 ચૂકવવાનો આદેશ કર્યો હોવા છતાં આ રકમ ન ચૂકવાતાં મેયર, કમિશનર, ડે.મેયર અને ડે.કમિશનરની ખુરશી સહિતની તમામ જંગમ મિલકતો જપ્ત કરવાનો આદેશ કર્યો હતો.

લેન્ડ રેફરન્સ કેસ નંબર 1/1983ના કેસમાં તા.24 માર્ચ 2017ના રોજ મુખ્ય સિવિલ જજે પાલિકાના જમીન સંપાદન અધિકારીને રૂા.18,63,571ની રકમ વર્ષ 1983થી 15 ટકાના વ્યાજ સાથે સાહેદા હકીમ અને અન્ય એક અરજદારને ચૂકવવાનો આદેશ કર્યો હતો. જો કે, ત્રણ મહિના વીતી જવા છતાં જમીન સંપાદન અધિકારીએ નાણાં ચૂકવવા માટેની કોઇ કાર્યવાહી કરી ન હતી એટલે અરજદાર તરફથી દરખાસ્ત લેન્ડ રેફરન્સ દાખલ કરવામાં આવેલ અને તેની સુનાવણી થતાં અરજદાર તરફે એડવોકેટ ચિરાગકુમાર ભગત હાજર રહ્યા હતા. મુખ્ય સિવિલ જજ જે.જી.વડોદરિયાએ દલીલો સાંભળ્યા બાદ પાલિકા તેમજ ખાસ જમીન સંપાદન અધિકારીની રૂા.1,16,47,608ની જંગમ મિલકતો જપ્ત કરવાનો આદેશ કર્યો હતો.

ભાસ્કર વિશેષ
મ્યુ. કમિશનરની ઓફિસનું તમામ રાચરચીલું, ફર્નિચર, ખુરશી, કાર તેમજ અન્ય મળી આવે તે જંગમ મિલકત

મેયરની ઓફિસનું તમામ રાચરચીલું, ફર્નિચર, ખુરશી, કાર તેમજ અન્ય મળી આવે તે જંગમ મિલકત

ડે.કમિશનરની ઓફિસનું તમામ રાચરચીલું, ફર્નિચર, ખુરશી, કાર તેમજ અન્ય મળી આવે તે જંગમ મિલકત

ડે.મેયરની ઓફિસનું તમામ રાચરચીલું, ફર્નિચર, ખુરશી, કાર તેમજ અન્ય મળી આવે તે જંગમ મિલકત

વડોદરા મહાનગર સેવાદનની તમામ જંગમ મિલકતો, જે કાંઇ દેખાય તે જેમ કે, ગાડીઓ, ફર્નિચર, રાચરચીલું.

ખાસ જમીન સંપાદન અધિકારીની ઓફિસનું તમામ રાચરચીલું, ફર્નિચર, ખુરશી, કાર તેમજ અન્ય જંગમ મિલકત

જમીન અધિકારીના તાબાની ઓફિસની જંગમ મિલકતો

મૂળ કેસ શું છે? ω
પ્રતાપનગર બ્રિજ પહોળો કરવા માટે વર્ષ 1976માં કોર્પોરેશને જમીન સંપાદિત કરી હતી, તેમાં સાહેદા હકીમ અને વીકાર હકીમની પણ જમીન હતી. જે તે સમયે માત્ર રૂા.7,000 વળતર ચૂકવતાં 1983માં બન્ને અરજદારોએ વધુ વળતર મેળવવા માટે સિવિલ કોર્ટમાં દાદ માગતાં રૂા.18,63,571ની રકમ 15 ટકાના વ્યાજ સાથે કુલ રૂા.1,15,58,991 ચૂકવવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...