તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 30 જૂને વડોદરાના 1000 કર્મચારી સાગમટે નિવૃત્ત

30 જૂને વડોદરાના 1000 કર્મચારી સાગમટે નિવૃત્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
30 જૂનના રોજ વડોદરા શહેર અને જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં આશરે 1 હજાર જેટલા કર્મચારી તેમજ રાજ્યમાં હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ નિવૃત્ત થવાના છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ ગોપાલ પંડ્યાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારમાં હાલ ભરતીની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે અને જે પ્રમાણમાં સરકારી કર્મચારીઓ નિવૃત્ત થાય છે એ પ્રમાણે નવી જગ્યાઓની રાજ્ય સરકાર તરફથી ભરતી કરવામાં નથી આવતી. જેના કારણે હાલ જે કર્મચારીઓ ફરજ બજાવે છે તેઓ પાસે પોતાના ચાર્જ ઉપરાંત વધુ બેથી ત્રણ ટેબલોના ચાર્જ આપવામાં આવ્યો છે. ગોપાલ પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, પોતાની કામગીરી ઉપરાંત વધારાના ચાર્જની કામગીરી કરવી પડતી હોવાથી કર્મચારીઓની માનસિક સ્થિતિ અને કામ કરવાની કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. આગામી વર્ષ 2019-2020 સુધીમાં તો રાજ્ય સરકારમાં મોટા ભાગના કર્મચારીઓ નિવૃત્ત થનારા હોવાથીભરતી નહીં તો રાજ્ય સરકારનો વહીવટ કથળી જશે.

અન્ય સમાચારો પણ છે...