તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેફી દૂધ બનાવનાર ફરિદાબાનુની ધરપકડ

કેફી દૂધ બનાવનાર ફરિદાબાનુની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાર્કોટિક્સના ગુનામાં પેરોલ જમ્પ કરનાર અમદાવાદના અનવર ઉર્ફે બંદરે ડભોઇ રોડની 16 વર્ષીય કિશોરીને કેફીપદાર્થ યુક્ત દૂધ પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અનવરને આ દૂધ બનાવી આપનાર ફરીદાબાનુંની પોલીસે ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ડભોઇ રોડના રિક્ષા ચાલકની 16 વર્ષીય દીકરીને 18મી જૂને પાણીગેટ રાજારાણી તળાવ પાસે રહેતી ફરીદાબાનુ મહંમદહુસેન ઇસુફ ખલીફા તાંદલજાના અફઝલ ઇમ્તિયાઝ બેગની એક્ટિવા પર જાંબુઆ વુડાના મકાન ખાતે રહેતા ભત્રીજાને ત્યાં લઇ ગઇ હતી. નાર્કોટિક્સના ગુનામાં જેલમાંથી પેરોલ જમ્પ કરનાર અમદાવાદના અનવર ઉર્ફે બંદરને મળવા ગયેલી ફરીદાએ રાત્રે કેફીપદાર્થ યુક્ત દૂધ બનાવી આપતા અનવરે કિશોરીને પીવડાવ્યું હતું.

આ દૂધ પીને બેહોશ બની ગયેલી સગીરા પર અનવરે દુષ્કર્મ કર્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ફરીદાબાનુની ધરપકડ કરી હતી. પોલીસે ફરીદાને કોર્ટમાં રજૂ કરી કિશોરીને વુડાના મકાનમાં લઇ જઇ અનવરને બોલાવી તેના પર દુષ્કર્મ કરાવ્યું હતું, દૂધમાં કેવા પ્રકારનો કેફી કે માદક પદાર્થ નાખ્યો હતો , ફરીદાને અનવર સાથે સેન્ટ્રલ જેલમાં મુલાકાત થઇ હતી. ત્યારબાદ બંને અવારનવાર મળતા હતાં. અનવરની બેઠક ક્યાં છે તે જાણતી હોવા છતાં પોલીસને બતાવતી નથી. અનવરે પરોલ જમ્પ કર્યો હોવા છતાં વિગતો છૂપાવતી હોઇ 5 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...