તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE અંગે વધુ સુનાવણી 2 જુલાઇએ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

આર.ટી.ઈ અંતર્ગત એડમિશન આપવા મામલે માઇનોરિટી સ્કૂલ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.જેમાં 28 જૂને સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા વધુ સુનાવણી માટે 2 જુલાઇ રોજ કરવા માટેનો આદેશ કરાયો છે.ઉલ્લેખનીય છે કે મામલો કોર્ટમાં જવાને કારણે આર.ટી.ઈ અંતર્ગત એડમિશન માટેનો બીજો રાઉન્ડ ઘોંચમાં પડ્યો છે.

આર.ટી.ઈ અંતર્ગતડી.ઈ.ઓ દ્વારા શાળાઓ પાસેથી માઇનોરિટી સ્ટેટસ અંગેના જરૂરી દસ્તાવેજો મંગાવ્યા બાદ શાળાઓ કોર્ટમાં ગઇ હતી. હાલ શહેર-જિલ્લામાં અંદાજિત 300 બાળકો આર.ટી.ઈ અંતર્ગત એડમિશન મેળવવા માટે વાટ જોઇ રહ્યાં છે.હાઇકોર્ટમાં 28 જૂને વધુ સુનાવણી હાથ ધરાશે.ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...