તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માત્ર 101 સેકંડ! ઝપાઝપી કરી કસ્ટોડિયનને ચાકુ માર્યંુ, ગાર્ડે ગોળીબાર કર્યો છતાં Rs.6 લાખની લંૂટ

માત્ર 101 સેકંડ! ઝપાઝપી કરી કસ્ટોડિયનને ચાકુ માર્યંુ, ગાર્ડે ગોળીબાર કર્યો છતાં Rs.6 લાખની લંૂટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે ગુરૂવારે બપોરે 1.25 કલાકે એચડીએફસી બેંકના એટીએમમાં કેશ ભરવા આવેલ રાયટર સેફગાર્ડ કંપનીના કસ્ટોડિયનને ખંજરના ઘા ઝીંકી કસ્ટોડિયનના હાથમાં રહેલી 6 લાખ રોકડ ભરેલી બેગ આંચકી 3 લૂંટારુ અાઈ-20 કારમાં ફરાર થઇ ગયા હતા.બુકાનીધારી બે લુટારું કસ્ટોડીયન અંકિત ઠાકોરને ખંજરના બે ઘા માર્યા હતા. કસ્ટોડીયને પથ્થર મારીને તેમનો પીછો કરતાં લૂંટારુઓએ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતાં મિસફાયર થયું હતું. લૂંટારુંઓને અટકાવવા ગનમેન ભગીરથે પણ બાર બોરની બંદૂકમાંથી 1 રાઉન્ડ ફાયર કર્યું હતું, પણ લૂંટારુઓ નજીકમાં રોંગ સાઈડમાં પાર્ક કરેલી કારમાં ભાગી છુટ્યા હતા.

ભરચક વિસ્તારમાં અા ઘટના કેવી રીતે બની તે 1 થી 7 ક્રમમાં CCTV ફૂટેજની તસવીરમાં સમજો
જીવન ભારતી િવદ્યાલય તરફ

1
1
વુડા સર્કલ તરફથી લૂંટારુ અાવ્યા

કેશવાન અેટીઅેમ પાસે અાવીને ઉભી રહી ત્યારે 16 સેંકડમાં વુડા સર્કલ તરફથી કાળારંગની કાર અાવી જે ગોળ સર્કલમાં નજરે પડે છે.

1.20 કરોડ લઈ નીકળેલી કેશવાનનો ફતેગંજથી પીછો કર્યો રેસકોર્સથી રાઈટર સેફગાર્ડની કેશવાન રૂા. 1.20 કરોડ લઈને નીકળી હતી. ફતેગંજના ATMમાં કેશ લોડ કર્યા બાદ િબ્રજ પાસે પહોંચતા કાળા રંગની અાઈ-20 કારમાં 4 લૂંટારુઓએ તેનો પીછો શરૂ કર્યો હતો.

મંે બે લૂંટારુનો પીછો કરી માર્યા પણ ત્રીજાએ મને ખંજરના ઘા ઝીંકયા
હું 6 લાખ બેગમાં ભરી ATM પાસે આવ્યો ત્યારે બુકાની પહેરેલો લૂંટારુ મારા હાથમાંથી બેગ આંચકી ભાગ્યો, મે તેનો પીછો કરી પથ્થર માર્યા હતા. આગળ જઇને મે બે લૂંટારુઓને માર્યા હતા પણ ત્રીજાએ મને ખંજર માર્યું. એક લૂંટારુએ ફાયરિંગ કરવા જતાં રિવોલ્વર નીચે પડી ગઇ. અંકિત ઠાકોર, કસ્ટોડીયન

લૂંટારુનું િમસ ફાયર, 3 જીવતા કારતૂસ અને રિવોલ્વર મળી
7
2
કાળારંગની કાર રોંગ સાઈડે જઈને ઉભી રહી

17 સેકંડમાં લૂંટારાઓની કાર રસ્તો ક્રોસ કરી રોંગ સાઈડે જઈને પૃથા હોસ્પિટલની નજીક જઈને ઉભી રહી.

પાણીની ટાંકી તરફ

એટીએમથી બેગ સાથે દોડી લુંટારુઓ રિવર્સમાં પાર્ક કરેલી કારમાં જીવનભારતી સ્કૂલ તરફ ભાગ્યા. પાંચ મકાન છોડી અોર્થોપેડિક હોસ્પિટલના કેમેરામાં રોંગસાઈડ પર રવાના થયેલી નંબર પ્લેટ વગરની કાળી કાર 1.27.57 કલાકે દેખાઈ.

મંે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું, લૂંટારુની રિવોલ્વર નીચે પડી ગઈ હતી
અમે ફતેગંજથી મુકતાનંદ સર્કલ પાસેના એટીએમમાં કેશ લોડ કરવા આવ્યા. કસ્ટોડીયન જેવો બેગ લઇને એટીએમ પાસે ગયો કે લૂંટારુ બેગની લૂંટ કરી ભાગ્યા, હું દોડયો અને મારી બંદૂકમાંથી ફાયરિંગ કરતાં લૂંટારુંઓના હાથમાંથી રિવોલ્વર નીચે પડી ગઇ હતી. આ રિવોલ્વર મારી પાસે જ છે. ભગીરથ પસી , ગનમેન

પીળી કેશવાન પાછળ કાર ઉભી રાખી

પૃથા હોસ્પિટલની નજીક કારમાંથી બે લુંટારુ નીચે ઉતર્યા અને અેટીએમ તરફ અાગળ વધ્યા ત્યારે કાર ચાલકે કાર રિવર્સમાં લીધી

3
લૂંટારુની કારનો અાગળ નંબર ન હતો, પાછળનો નંબર ખોટો
મુક્તાનંદ સર્કલ

કેશવાનમાંથી 12 ડગલાં ભરીને કસ્ટોડીયન અેટીઅેમ પાસે અાવ્યો (તસવીર નં. 5) સામે જ ઉભેલા બે લૂંટારુ પૈકી એકે 1.26.16 કલાકે અેની બેગ છીનવી (તસવીર નં 6)

કસ્ટોડીયને મુકાબલો કર્યો તો તેને ખંજર મારી ઘાયલ કર્યો અને ભાગ્યા. કસ્ટોડીયને પાછળથી દોડીને પથ્થર માર્યો. દરમિયાનમાં િસક્યુરીટી ગાર્ડે પાછળથી ગોળીબાર કર્યો તો સામે અેક લુંટારુએ વળતો ગોળીબાર કર્યો. મિસ ફાયર થતાં રિવોલ્વર પડી ગઈ હતી.

પ્લાનિંગ સાથે અાવેલા લૂંટારુઓ પાણીની ટાંકી તરફથી અાવ્યા હતા
લૂંટારાઓ પાણીની ટાંકી બાજુએથી કાર લઇને આવ્યા હતા. સામેની સાઇડ ઉભા રહ્યા બાદ રોંગ સાઇડે કાર ઉભી કરી. તે લોકો પુરા પ્લાનીંગ સાથે આવ્યા હતા અને લૂંટ ચલાવી રોંગ સાઇડે ભાગ્યા હતા અને બે ત્રણ જણને તેમની કાર અથડાતા બચી ગઇ ગઇ હતી. આનંદ પાઠક, પ્રત્યક્ષદર્શી

HDFC બેંકનું ATM
વુડા સર્કલ તરફ

પોલીસની પાંચ ટીમોનું ચેકિંગ, કર્મચારીઓની ઊલટ તપાસ
બે લુંટારુ અેટીએમની અાગળ ઉભા રહ્યા

કારમાંથી ઉતરેલા લૂંટારુ પૈકી અેકે માથે ટોપી પહેરી હતી અને બીજાએ ગળામાં રૂમાલ બાંધ્યો હતો. તેઓ કારમાંથી ઉતરી 24 સેકંડમાં અેટીઅેમની પાસે જઈને ઉભા રહ્યા.

4
5
6
મકરપુરાની 3 લાખની ચોરીમાં તસ્કરોની કાર કાળા રંગની હતી
બુધવારે સવારે 11-30 વાગે મકરપુરા એરફોર્સ પાસે નંદ રેસીડેન્સીના ત્રણ ફ્લેટમાંથી તસ્કરોએ 3.22 લાખની ચોરી કરી હતી. એપાર્ટમેન્ટના વોચમેન નટુભાઇએ તસ્કરો કાળા રંગની કારમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું, જેથી શુક્રવારે 6 લાખની લૂંટ ચલાવનારા શખ્સો જ આ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી હતી. જોકે હજુ સુધી લૂંટમાં વપરાયેલી કાર અા જ હતી તે કેમ સ્પષ્ટ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...