તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વેપારીની બાઇકની ટાંકી પરથી 3.33 લાખ ભરેલી બેગની લૂ઼ંટ

વેપારીની બાઇકની ટાંકી પરથી 3.33 લાખ ભરેલી બેગની લૂ઼ંટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ હાઇવે સયાજી માર્કેટમાં બુધવારે રાત્રે ગોડાઉન બંધ કરી વકરાના રૂા. 3.33 લાખ બેગમાં મૂકી ઘરે જઇ રહેલા વેપારીની બાઇકને આજવા ચોકડી બ્રિજ પાસે પલ્સર બાઇક ચાલકોએ ઓવર ટેક કર્યો હતો. પલ્સરની પાછળ બેઠેલા શખ્સે વેપારીએ બે પગ વચ્ચે પેટ્રોલટાંકી પર મૂકેલી બેગ ખેંચી ભાગ્યા હતાં. વેપારી સહિત અન્ય બે-ત્રણ લોકોએ પીછો કર્યો હતો પરંતુ લૂંટારુઓ ફરાર થઇ જતાં બાપોદ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી હતી.

આજવા રોડ પરમધામ સોસાયટીમાં રહેતા દિનેશ કિરણ માછી ગોપાલ નમકીનના ડિસ્ટ્રીબ્યુટર છે. સયાજી માર્કેટમાં તેમનું ગોડાઉન આવેલું છે. બુધવારે રાત્રે 8:30 કલાકે તેઓ ગોડાઉન બંધ કરી વકરાના રૂા. 3.33 લાખ , ચેકબુક, સ્લીપબુક સહિતના કાગળ સ્કૂલબેગ જેવી બેગમાં મૂકી નીકળ્યા હતાં. રૂપિયા ભરેલી બેગ તેમણે પીઠ પર લટકાવી હતી. એપીએમસી પાસે જગદીશ ફરસાણમાંથી તેમણે રૂા. 2 હજાર લેવાના હોવાથી ત્યાં ઉભા રહ્યા હતાં. સુરેશભાઇ પાસેથી રૂા. 2 હજાર લઇ તેઓ નીકળતા હતા ત્યારે દુકાનના કર્મચારીએ બેગની ચેઇન થોડી ખુલ્લી હોવાનું કહ્યું હતું. તેમણે બેગની ચેઇન બંધ કર્યા બાદ બાઇક પર બેઠા ત્યારે બેગ પીઠ પરથી ઉતારી લઇ બે પગ વચ્ચે બાઇકની પેટ્રોલ ટાંકી પર મૂકી દીધી હતી.

તેઓ આજવા ચોકડી બ્રિજ નીચેની ચોકડી પાસે આવતા પલ્સર બાઇક પર આવેલા બે શખ્સોએ તેમનો અોવરટેક કર્યો હતો. ત્યારબાદ પાછળ બેઠેલા લૂંટારુએ પેટ્રોલટાંકી પર મુકેલી રૂપિયા ભરેલી બેગ ખેંચી લીધી હતી. વેપારીએ બૂમાબૂમ કરી પીછો કર્યો હતો પરંતુ લૂ઼ંટારુઓ વાઘોડિયા ચોકડી તરફ ભાગી છૂટ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...