• Gujarati News
  • National
  • વિશ્વ પર્યાવરણ િદવસે સયાજીબાગથી વોકેથોન

વિશ્વ પર્યાવરણ િદવસે સયાજીબાગથી વોકેથોન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે 5 જુન મંગળવારના રોજ સાંજે 5 વાગે સયાજીબાગ પાણીની ટાંકી પાસેથી ‘વોકેથોન’ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહ અભિયાન હેઠળ રેલીના આયોજનમાં કોર્પોરેશનના વર્ગ-1-2 અને 3નના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહેશે. જેના પગલે મંગળવારના રોજ કોર્પોરેશનની કામગીરી 70 મીનીટ વહેલી બંધ થઈ જશે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વડોદરા શહેર સ્વચ્છ અને પ્લાસ્ટીકમુક્ત બને તે માટે આ રેલી દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવશે. વોકેથોન રેલી સયાજીબાગ પાણીની ટાંકી પાસેથી શરૂ થઈ કાલાકઘોડા સર્કલ થઈ ફાઈનઆર્ટસ ફેકલ્ટી, હોમસાયન્સ કોલેજ થી નરહરી સર્કલ થઈ પરત સયાજીબાગ આવી સંપન્ન થશે. પર્યાવરણ રેલી બાદ વિશ્વામિત્રી નદીના કિનારા પરથી પ્લાસ્ટિક દૂર કરવા અને બીજ રોપણીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ પરિક્ષેત્ર વન અધિકારી દ્વારા પ્રભાત ફેરી, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, બીજ રોપણી, પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરવાના કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. જાહેર જનતાને આ કાર્યક્રમોમાં ઉત્સાહ સાથે પર્યાવરણ જાળવણી કરવા વન વિભાગ સાથે જોડાવા આમંત્રણ આપવામાં આ‌વ્યું છે.

અન્ય સમાચારો પણ છે...