• Gujarati News
  • National
  • 9મા ધોરણમાં ભણતા ચંદનની હત્યામાં ટ્વિસ્ટ

9મા ધોરણમાં ભણતા ચંદનની હત્યામાં ટ્વિસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | રણોલીના ધો.9 ના વિદ્યાર્થી ચંદનની હત્યામાં નવો વળાંક આવ્યો છે. તેની માતાએ ગઈકાલે પરિચીત મહિલા સીમા અને તેના બે દીયર સામે હત્યાની ફરિયાદ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી સાક્ષીઓને શોધી કાઢતાં તે હત્યા નહીં પરંતુ આત્મહત્યા હોવાનું બહાર આવ્યું છે. િદવ્ય ભાસ્કરે પણ 10 અ્ને 11 વર્ષના આ ત્રણ સાક્ષીઓ જયેશ, સાજિદ અને વિનોદ (નામ બદલ્યાં છે) ને શોધીને તેમના મોઢે જ ચંદન સાથે શું થયું હતું તેનો આંખે દેખ્યો અહેવાલ મેળવ્યો હતો. જે આ પ્રમાણે છે...,

જેમના કારણે આત્મહત્યાની ટ્વિસ્ટ આવી તે 3 સાક્ષીઓને ભાસ્કરે શોધી કાઢ્યા
જયેશે કહ્યું...
ડ્રાઇવરે હોર્ન માર્યું તો ચંદન પાટા પરથી ઉભો થઇ ગયો
હું અને વિનોદ બિલ્ડિંગના ધાબા પર હતા. ચંદન ચાલતો ચાલતો રેલવે ટ્રેક તરફ ગયો હતો.બંને તરફ નજર કર્યા પછી તે રેલવે ટ્રેક પર જ સૂઇ ગયો હતો. થોડી મિનિટમાં જ માલગાડી આ ટ્રેક પર આવતી હતી. ટ્રેનનો ડ્રાઇવર દૂરથી હોર્ન મારી રહ્યો હતો. ટ્રેન એકદમ નજીક આવી ગઇ ત્યારે ચંદન અેકદમ ઉભો થઇ ગયો હતો. ટ્રેન રેલવે ટ્રેક પરથી પસાર થઇ રહી હતી. એન્જિન નીકળી ગયા પછી વચ્ચેના ભાગે અચાનક તે અથડાયો હતો. ટ્રેન પસાર થઇ પછી તે નીચે પડેલો હતો. લોકો ભેગા થઇ ગયા હતા.

હત્યાના પુરાવા ના મળ્યા, પોલીસ કોર્ટમાં આપઘાતનો રિપોર્ટ કરશે
ચંદનના પ્રેમપ્રકરણની જાણ થતાં તેને ઠપકો આપ્યો હતો
માતાએ કહ્યું, દીકરાની હત્યા થઈ છે પોલીસે કહ્યું, ચંદને આપઘાત કર્યો છે
વડોદરા | રણોલીમાં રહેતા ધો. 9ના વિદ્યાર્થી ચંદન રાવને નજીકમાં જ રહેતા બે ભાઇઓ અશોક અને ધીરજ બાઇક પર અપહરણ કરી લઇ જઇ માલગાડી પાસે ધક્કો મારી દઇ તેની હત્યા કરી હોવાની માતાએ ફરિયાદ કરી હતી. મહિલા સીમાએ પણ ધમકી આપી હોઇ ત્રણે સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસના તપાસકર્તા ઇનચાર્જ રેલવે પીઆઇ એન.સી. પંડ્યાએ કહ્યું કે , ચંદનની હત્યા થઇ નથી પણ તેણે આત્મહત્યા કરી છે. નજરે જોનાર સાક્ષીઓએ કહ્યું છે કે ચંદન એકલો ચાલતો રેલવે ટ્રેક પર ગયો હતો એટલે અપહરણ અને હત્યાની વાતનો છેદ ઉડી ગયો છે. જોકે, આ કેસમાં તપાસ હજુ ચાલુ જ છે. આગળની કાર્યવાહી તપાસ બાદ જ કરાશે.

અન્ય પોલીસ સૂત્રો અનુસાર, ચંદન રમેશ પટેલના ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. પરિવારે તેનાં માતા-પિતાને અલગ રાખવા માટે કહેતાં તેને બીજું ભાડાનું મકાન અપાવ્યું હતું. ઉત્તરાયણ માટે રણોલી આવેલાં માતા-પિતાને તેના પ્રેમપ્રકરણની જાણ થઇ હતી. માતા-પિતા તેમજ મહિલાના પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો. જેથી લાગી આવતાં ે આપઘાતનું પગલું ભર્યુું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બે નજરે જોનાર બાળકોનાં નિવેદન લેવાયાં છે. શરૂઆતમાં આપઘાતની દુષ્પ્રેરણાની પણ વાત આવી હતી. જોકે, આ સંદર્ભે કોઇ સ્પષ્ટતા નહિ થતાં હત્યા કેસમાં પોલીસ અકસ્માત મોતનો ગુનો હોવાનો કોર્ટમાં રિપોર્ટ કરશે.

સાજિદે કહ્યું...
ચંદન કપાયો ત્યારે ઘડિયાળ 6:24નો સમય બતાવતી હતી
અમે લોકો બિલ્ડિંગના કંપાઉન્ડમાં ક્રિકેટ રમતા હતા. બોલ દરવાજાની બહાર જતાં હું લેવા ગયો હતો. આ સમયે ચંદન એકલો રેલવેના પાટા બાજુ જતો હતો. ત્યાં એકદમ ટ્રેન સાથે અથડાયો હતો. તેનો હાથ કપાઇ ગયો હતો અને માથામાં પણ વાગ્યું હતું. હું અને રાજુ સામેની બાજુએ જ હતા. આ સમયે રાજુએ તેના હાથે પહેરેલી ઘડિયાળમાં જોયું હતું ત્યારે બરાબર 6 વાગ્યા અને 24 મિનિટ થઇ હતી. એટલે મેં કહ્યું 6 વાગે 23 મિનિટે તે મરી ગયો છે. અમે બંને ગભરાઇ ગયા હતા. અમારા હાથ-પગ ધ્રુજતા હોવાથી દોડતા ઘરે જતા રહ્યા હતા.

વિનોદે કહ્યું...
ચંદન ગુસ્સામાં હતો, કશું બોલ્યા વગર જતો રહ્યો
હું અને બીજા મિત્રો રમતા હતા. સલમાન બાઇક લઇને રોડ બાજુ જઇ રહ્યો હતો ત્યારે ગામમાંથી ચંદન ચાલતો આવતો હતો. સલમાને તેને ચંદન કૈસા હૈ બે, કહાં જા રહા હૈ, તેમ પૂછ્યું હતું પરંતુ ચંદન ગુસ્સામાં હતો. તે મોઢું ફુલાવીને જવાબ આપ્યા વગર નીકળી ગયો હતો. ચાલતો રેલવેના ટ્રેક બાજુ ગયો હતો અને ટ્રેન સાથે અથડાઇને મરી ગયો હતો. ટ્રેનની પાછળ ઝંડી બતાવનારે પણ તેને મરેલો જોયો હતો. તેણે સ્યૂસાઇડ કર્યો છે કે શું તે અમને ખબર નથી પણ તે એકલો જ હતો. પછીથી બધા ભેગા થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...