• Gujarati News
  • National
  • વિદ્યાર્થીઓએ મોબાઇલ મૂક્યા, વિસરાઇ રહેલી રમતો ઓન ગ્રાઉન્ડ રમી બચપણને તાજંુ કર્યું

વિદ્યાર્થીઓએ મોબાઇલ મૂક્યા, વિસરાઇ રહેલી રમતો ઓન ગ્રાઉન્ડ રમી બચપણને તાજંુ કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફરી એક વખત લુડો બોર્ડ પર રમાઇ

Youth Festival
સિટી રિપોર્ટર | વડોદરા

કહેવાય છે કે તમારો જન્મ જો નાઇટીન્સમાં થયો છે તો તમે ઘણા નસીબદાર છો. કારણકે તે સમયે શારીરિક વિકાસ માટે જીમમાં જવાની કોઈ જરૂરિયાત નહોતી. મેદાનમાં રમાતી રમતો જ સ્ફૂર્તિ પ્રદાન કરતી હતી. હાલના સમયમાં રમતનો પર્યાય મોબાઈલ બની ગયો છે. એવા સમયે આર્ટસ ફેકલ્ટી ખાતે યોજાયેલ યુથ ફેસ્ટિવલમાં લીંબુ ચમચી, સ્લો સાયકલિંગ, લુડો, ચેસ, બ્લાઇન્ડ હન્ટ, ગલી ક્રિકેટ અને બેડમિન્ટન જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સૌથી મહત્વની વાત એ હતી કે સ્પર્ધાના સ્પર્ધકો કરતા અનેક ગણા વિદ્યાર્થીઓએ આ રમતોને રમતા નિહાળી હતી. આવતીકાલે અંતાક્ષરી, સંગીત ખુરશી, ટગ ઓફ વોર, ટ્રેઝરહન્ટ અને સ્ટેન્ડઅપ કોમેડીનું આયોજન કરવામાં આવ્યું છે.

સયાજી સંકલ્પમાં 388 સ્ટુડન્ટ્સ રમ્યા
રમત સંખ્યા

લીંબુ ચમચી 22

સ્લો સાયકલિંગ

છોકરીઓ છોકરાઓ

14 12

લુડો 88

ચેસ 12

બ્લાઇન્ડ હન્ટ 30

ગલી ક્રિકેટ 160

બેડમિન્ટન 50
અન્ય સમાચારો પણ છે...