તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ૨૦મા સૈકાના ગુજરાતનો અરીસો : ડો.સુમંત મહેતા (1877 1968)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૨૦મા સૈકાના ગુજરાતનો અરીસો : ડો.સુમંત મહેતા (1877-1968)

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે ૨૦મા સૈકાના ગુજરાતના બૌદ્ધિક અને ઉમદા કર્મશીલ સુમંત મહેતાનો જન્મદિન છે. સુરતમાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મેલા સુમંત મહેતાના પિતા તેમના રેશનલ મૂલ્યોના કારણે સુરતની નાગરી નાત દ્વારા વર્ષો સુધી બહિષ્કૃત રહ્યા હતા. તેમના દાદા એટલે આપણા પહેલા નવલકથાકાર નંદશંકર મહેતા અને પત્ની એટલે પહેલા મહિલા સ્નાતક શારદાબેન મહેતા.ડો.સુમંત મહેતાને ક્રિકેટ, તરણ, ટેનીસ અને ઘોડેશ્વારીનો શોખ હતો. સુમંત મહેતા ૧૯૦૧મા ડોકટર થયા અને ગાયકવાડી રાજમાં વડોદરા અને નવસારી વગેરે જગ્યાએ મેડિકલ ઓફિસર તરીકે સેવાઓ આપી હતી. ૧૯૧૫માં ગોપાલકૃષ્ણ ગોખલેના પ્રભાવમાં જીવન રાષ્ટ્રને સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું. ૧૯૨૧માં ગાયકવાડીમાંથી નિવૃત્ત થઇ બાકીનું જીવન સમાજસેવામાં વ્યતિત કર્યું હતું. વડોદરા રાજ્ય પ્રજામંડળ અને ગુજરાત કિસાન સભાના પ્રમુખ પણ થયા હતા.આદિવાસીઓ માટે તો “રાનીપરજ”જેવો શબ્દ તેઓએ પ્રયોજ્યો હતો. કામગરા અને સ્પષ્ટ વક્તા એવા સુમંત મહેતાએ આત્મકથા,સમાજ દર્પણ, હાલી : જમીનના ગુલામો જેવાં પુસ્તકો લખ્યાં હતાં. ૨૦મા સૈકાના ગુજરાતનો અરીસો ગણાય તેવા ડો.સુમંત મહેતાનું ૧૦ ડિસે.૧૯૬૮ના રોજ અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો