તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા |સિંધી સમાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગજ્જર સુથાર સમાજ, ગુજરાતનો 9મો સમૂહ લગ્નોત્સવ તાજેતરમાં જલારામ મંદિર, ધર્મજ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં 18 નવદંપતિ�ઓ લગ્નગ્રંથીએ જોડાયા હતા. જેમાં દરેકને 58 ચીજ વસ્તુની ભેટ ઉપરાંત વીટી,ચાંદીના સિક્કા તથા દરેકને રૂા.2000 રોકડા આપવામાં અાવ્યા હતા. સમારંભના દિપ પ્રાગ્ટય પ્રસંગે પ્રમુખ અરવિંદભાઇ સુથાર તથા સુથાર સમાજ ગુજરાતના પ્રમુખ ઠાકોરભાઇ મિસ્ત્રી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


વડોદરા |સિંધી સમાજના ગુજરાતના જુદાં-જુદાં શહેરોમાં વસતા અને ભાજપ પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા એવા અનેક નાગરિકોનો આગામી પ્રદેશ ભાજપ સમિતિના માળખામાં તેમજ ગુજરાતનાં વિવિધ શહેર જિલ્લા ભાજપ સમિતિઓના માળખામાં જુદા-જુદા હોદ્દાઓ સાથે સમાવેશ કરવામાં આવે અને આગામી સમયમાં સરકાર દ્વારા બોર્ડ નિગમો સહિત સમિતિઓ વિગેરેમા સિંધી સમાજના ભાજપના સક્રિય કાર્યકરોનો સમાવેશ કરાય તેવી ભારતના ભૂતપૂર્વ ઉપપ્રધાનમંત્રી, સાંસદ અને સિંધી સમાજના વરિષ્ઠ અગ્રણી લાલકૃષ્ણ અડવાણી સમક્ષ વડોદરા સિંધી સેન્ટ્રલ પંચાયત યુવા પાંખના પ્રમુખ પ્રદીપકુમાર લેખરાજાનીએ રજૂઆત કરી હતી. તદઉપરાંત સિંધી સમાજના 3 વર્ષ પૂર્વે બ્રહ્મલીન થયેલ પ્રેમ પ્રકાશ મંડળના સદગુરુ પૂ.અશોકપ્રકાશજી, રાજપ્રકાશજી અને કિશોરપ્રકાશજીની વડોદરા પ્રેમપ્રકાશ ધર્મતીર્થ ખાતે નિર્માણ કરાયેલ સમાધિનું દર્શન કરવા પધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. એલ.કે.અડવાણીએ પ્રદીપકુમારને જણાવ્યું હતું કે તે બાબતે ચોક્કસ સમર્થન આપશે.

ગજ્જર સુથાર સમાજ, ગુજરાતનો 9મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

સિંધી સમાજના પ્રશ્નો માટે વડોદરાના આગેવાનોની અડવાણી સમક્ષ રજૂઆત

અન્ય સમાચારો પણ છે...