તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગરમીનો પ્રભાવ વધ્યો આજે પારો 380 રહેેશે

ગરમીનો પ્રભાવ વધ્યો આજે પારો 380 રહેેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ઠંડી ઘટવાનો સિલસિલો શનિવારે પણ યથાવત્ રહેવા ઉપરાંત લઘુતમ તાપમાન વધીને 17.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે બીજી તરફ ગરમીનો પારો શુક્રવાર કરતાં 0.6 ડિગ્રી ઘટીને 36.6 ડિગ્રી રહ્યો હતો. જો કે, અસરકારક ગરમીને કારણે શહેરી જનો પરેશાન થયાં હતાં.

શહેરમાં ચાલુ સપ્તાહ દરમિયાન પહેલાં 3 દિવસ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ત્યારબાદ ઠંડી ઘટવાનું શરૂ થતાં લઘુતમ તાપમાન ઉત્તરોત્તર વધી રહ્યું છે. જે અંતર્ગત ગુરુવારે લઘુતમ તાપમાન 17.3 ડિગ્રી, શુક્રવારે 17 ડિગ્રી ત્યારબાદ શનિવારે 17.2 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ઠંડી ઘટવા સાથે ગરમી પણ વધી રહી છે. રવિવારે લઘુતમ તાપમાન 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની આગાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...