તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા| પ્રજાપિતાબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનીક કોલેજમાં ચાલતાં હાયર પેમેન્ટ પ્રોગ્રામ કોર્સ શરૂ થયાને 10 વર્ષ પૂર્ણ થયા હોઇ તેની ઉજવણી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક છત નીચે એકત્રિત કરવા માટે 28મીએ કોલેજમાં એલ્યુમિની-રીયુનિયન મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 28મીએ મળનારી એલ્યુમિની-રિયુનિયન મીટમાં ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન, કોમ્પ્યૂટર એન્જિનીયરીંગ અને આર્કીટેક્ચર આસિસ્ટંટ કોર્સમાં ભણતાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિક્ષકો બપોરે 12.30 વાગે એકત્રિત થશે.


વડોદરા| પ્રજાપિતાબ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય અટલાદરા દ્વારા 80મા ત્રિમૂર્તિ શિવ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. તા.28મી ફેબ્રુઆરીને રવિવારના રોજ સાંજે 6.00 કલાકે આત્મ ચિંતન ભવન, બ્રહ્માકુમારીઝ, અટલાદરા ખાતે ભવ્ય શિવજયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશેે. પ્રસંગે બ્રહ્માકુમારીઝ ગુજરાતના ડાયરેકટર રાજયોગીની સરલદીદી, સંચાલિકા બ્રહ્માકુમારીઅરુણાદીદી, મેયર ભરત ડાંગર, ભાજપા ગુજરાત પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

બ્રહ્માકુમારીઝ કેન્દ્ર ખાતે 80મો ત્રિમૂર્તિ શિવ જયંતી મહોત્સવ

આજે પોલિટેક્નિકમાં એલ્યુમિની -રીયુનિયન મીટ યોજાશે

અન્ય સમાચારો પણ છે...