તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાજિક જવાબદારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગરીબ અને આર્થિક રીતે પછાત બાળકો પોતાનાં માતા-પિતાની સાથે રોજી-રોટી કમાવવા એક શહેરમાંથી બીજા શહેરમાં જતાં હોય છે. એકદમ સામાન્ય મજૂરી કામ કરીને ખુલ્લા આકાશમાં ઝૂંપડું બાંધીને રહેતાં માતા-પિતા સાથે રહેતાં બાળકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે. બે ટાઇમ ખાવા માટે સંઘર્ષ કરતાં માતા-પિતાની આર્થિક સ્થિતિ હોવાથી બાળકો કાં તો તેમની સાથે મજૂરી કરે છે કાં તો ભીખ માગીને ગુજરાન ચલાવે છે.

આવાં બાળકો પણ પોતાનું ભણતર પૂર્ણ કરે અને પોતાના જીવનના સ્તરને સુધારી શકે તે માટે સોશ્યલ રિપોન્સિબિલિટી ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થાએ ચાર મહિના પહેલાં દર રવિવારે બાળકોને વિવિધ પ્રવૃત્તિ સાથે અક્ષરજ્ઞાન સાથે ભોજન આપીને આગળ ભણવાની પ્રેરણા આપવાનું બીડ ઝડપ્યું હતું. ચાર મહિનાના અથાગ પ્રયાસ બાદ હવે સંસ્થાનાં 120 વોલિન્ટિઅર્સે 40 બાળકો પૈકી 30 બાળકોને પ્રથમ તબક્કામાં પસંદ કરીને વિસ્તારની આસપાસ આવેલી શહેરની ખાનગી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ અપાવવાની સાથે તેમનો તમામ શૈક્ષણિક ખર્ચ, કપડાં, પુસ્તકો, સ્કૂલ ડ્રેસ, બૂટ સહિતની વિવિધ વસ્તુઓ આપવા તેમજ દર રવિવારે બાળકોને લાલબાગ બ્રિજ નીચે વિવિધ એક્ટવટી સાથે સારાં નાગરિક બની શકે તેવા પાઠ ભણાવવાની જવાબદારી ઉઠાવી છે. જૂન માસમાં નવા શરૂ થતા શૈક્ષણિક સત્રમાં હવે સ્ટ્રીટનાં 30 બાળકો નજીકની મહાત્મા ગાંધી સ્કૂલ અને શ્રેયસ સ્કૂલમાં ભણશે. એટલું નહીં, દરેક સ્ટ્રીટનાં બાળક સાથે સંસ્થાના એક સભ્ય મેન્ટરની ભૂમિકા ભજવશે. તેમજ તમામ બાબતોની દેખરેખ સાથે માર્ગદર્શન આપશે.

^ છેલ્લા ચાર મહિનાથી લાલબાગ બ્રિજ, મકરપુરા જીઆઇડીસી, સમા અને વીસીસીઆઇની સામેની જગ્યા પર દર રવિવારે સ્ટ્રીટ બાળકોને ભણાવીએ છીએ. જેમાં વિવિધ એક્ટિવિટી કરાવીને બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવાની સાથે ભોજન કરાવીએ છીએ. સંસ્થાનાં વોલિન્ટિઅર્સ મહાવીર ઇન્ટરનેશનલ ટ્રસ્ટના આશાદીપ ફાઉન્ડેશનના સ્ટ્રીટ ટુ સ્કૂલ પ્રોગ્રામ સાથે પણ જોડાયેલાં છે. સંસ્થા દ્વારા 40 બાળકો પૈકી 30 બાળકોને પ્રથમ તબક્કામાં ખાનગી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ અપાવશે. તેમનો તમામ શૈક્ષણિક ખર્ચ ઉઠાવીને દરેક બાળક માટે મેન્ટર મૂકાશે. જે બાળકોની તમામ જરૂરિયાતો પર ધ્યાન આપવાની સાથે સાથે માર્ગદર્શન આપશે. શિક્ષણ ઉપરાંત તમામ ફેસ્ટિવલનો ખર્ચ પણ ઉઠાવશે. અત્યાર સુધી સંસ્થાને 3.5 લાખની મદદ મળી છે. જે બાળકો માટે વાપરવામાં આવશે. > શાર્દૂલપટેલ, ફાઉન્ડર,સોશ્યલ રિસ્પોન્સિબિલિટી ફાઉન્ડેશન

બ્રિજ નીચે ભણતાં 30 છાત્રોને શાળાનું છત્ર મળ્યું
અન્ય સમાચારો પણ છે...