તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘ટાઈગર ટેમ્પલ’ કે જ્યાં વાઘો સાથે સેલ્ફી લેવાય છે

‘ટાઈગર ટેમ્પલ’ કે જ્યાં વાઘો સાથે સેલ્ફી લેવાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
¾, વડોદરા,શનિવાર, 27 ફેબ્રુઆરી, 2016

15

બેંગકોક: વાઘોની મોટી સંખ્યા અને તેમનાં કરતબો માટે પ્રખ્યાત થાઈલેન્ડના ‘ટાઇગર ટેમ્પલ’ આજકાલ વિવાદોમાં છે. વાઇલ્ડ લાઇફ ઓથોરિટીએ તેનું ઝૂ લાઇસન્સ રદ કરી નાખ્યું છે કારણ, પાછલા દિવસોમાં ત્યાંથી વાઘ સહિત અનેક જંગલી પ્રાણીઓની દાણચોરી પકડવામાં આવી હતી. પકડાયેલા દસ વાઘોને પાર્કમાં છોડી દેવામાં આવ્યા હતા. તે કારણે બૌદ્ધ મંદિરની મુશ્કેલીઓ વધી ગઇ હતી, જ્યાં 100 કરતાં વધારે વાઘ છે. અહીં દુનિયાભરના પર્યટકો આવે છે અને તેઓ વાઘની સાથે સેલ્ફી પણ લે છે. કહેવાય છે કે વાઘોને જાત-જાતની ટ્રેનિંગ આપવા માટે તેમની પર અનેક પ્રકારના અત્યાચાર પણ કરવામાં આવે છે. તસવીરોમાં છલાંગ લગાવીને બોલ પકડવાનો પ્રયાસ કરતા વાઘ દેખાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...