ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડી આગળ વધશે

સિટી એન્કર Maths-Science Projects

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:01 AM
Vadodara - ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડી આગળ વધશે
શહેરની તેજસ વિદ્યાલય ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન જી.સી.ઇ.આર.ટી, ગાંધીનગર અને ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસ ડીઇઓ અને ડીઆઇઇટી વડોદરા દ્વારા થયું હતું. પ્રદર્શનમાં શહેરની 37 શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ 70 જેટલી કૃતિઓ વિવિધ વિષયો પર રજુ કરી હતી. જેમાં ગાણિતિક નમૂના નિર્માણ, પરિવહન અને પ્રત્યાયન, કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સંશાધન અને કચરાનું વ્યવસ્થાપન જેવા વિષય પર વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં કૃતિઓ મુકી હતી. જેમાં ઓછા ખર્ચે વિજ્ઞાનમાં પણ ફેરફાર લાવી શકાય તે વાતને તેમણે પ્રસ્થાપિત કરી હતી. આ પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે ડૉ.સુધીર જોશી, ડાયરેક્ટર આયુષ, વડોદરા ડિસ્ટ્રિક્ટ ઉપસ્થિત રહ્યા હતા.

ઓછા ખર્ચમાં વિજ્ઞાનમાં કઇ રીતે ફેરફાર લાવી શકાય અને તે કેવી રીતે લોકોપયોગી બને તે વાતને શહેરની 37 સ્કૂલોના વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવી

ગણિત-વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.

જમીન વિના ખેતી થાય તેવો પ્રોજેક્ટ રજૂ થયો

તેજસ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એગ્રિકલ્ચર અને ઓર્ગેનિક ફાર્મિંગમાં સ્માર્ટ સોઇલ મોઇશ્ચર ડીટેક્ટરની કૃતિ રજૂ કરી હતી. સી.એચ.વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રાયોગિક ભૂમિતી વિષય પર પ્રાયોગિક રીતે ત્રિકોણના ત્રણેય ખૂણાન સરવાળો 180 થાય એ શીખવ્યું હતું. સત્યનારાયણ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ કૃષિની આધુનિક પદ્ધતિથી જમીન વિના કઇ રીતે ખેતી કરી શકાય તે પ્રદર્શનમાં બતાવ્યું હતું.

જાયરોસ્કોપની મદદથી ટ્રાફિકને છેદવો શક્ય બનાવ્યો

કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયના વિદ્યાર્થીઓે આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતા એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગ્રેડના વાહનોની બનાવટમાં સરળ પરિવહન થાય તેવી ટેક્નિક દર્શાવી હતી. ઓછી જગ્યામાં પરિવહન થાય તે માટે વાહનમાં રિમોટ સેન્સર ચીપ નાંખી વાહનની આસપાસના પૈડા લીફ્ટ દ્વારા ઉપરની તરફ આવે અને વ્હીકલ બે પૈડાની મદદથી આગળ વધે તેવો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. વાહનના બેલેન્સમાં જાયરોસ્કોપ યંત્રનો ઉપયોગ કર્યો હતો. જાયરોસ્કોપ કોણીય સંવેગ સંરક્ષણ સિધ્ધાંત પર કાર્ય કરે છે. જેથી વ્હીકલ ટ્રાફિકમાં સરળતાથી પૈડા જેટલી જગ્યામાંથી વાહન વહન કરે છે.

વિદ્યાર્થીઓને અવકાશ મળે તો ઉત્કૃષ્ટ કાર્ય કરે છે | તેજસ વિદ્યાલયના રાગીની શર્માએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ઘણા સર્જનાત્મક વિચાર લાવ્યા છે. ઓછા ખર્ચમાં વિજ્ઞાનમાં ફેરફાર લાવી શકાય છે તે વિદ્યાર્થીઓએ પુરવાર કર્યુ છે. વિદ્યાર્થીઓને સમજ પડે એ માટે પ્રદર્શનમાં વિષયને અનુરૂપ વીડીયો પણ રાખવામાં આવ્યા છે.

X
Vadodara - ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડી આગળ વધશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App