Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - સ્વાઇન ફ્લૂનાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

સ્વાઇન ફ્લૂનાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:01 AM

શહેરમાં ઠંડકનો માહોલ શરૂ થતાં ચાલુ વર્ષે સ્વાઇન ફલૂના કેસો નોંધાવાની શરૂઆત થઇ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી સ્વાઇન...

  • Vadodara - સ્વાઇન ફ્લૂનાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
    શહેરમાં ઠંડકનો માહોલ શરૂ થતાં ચાલુ વર્ષે સ્વાઇન ફલૂના કેસો નોંધાવાની શરૂઆત થઇ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી સ્વાઇન ફ્લૂનાં લક્ષણો સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ તાંદલજાના 40 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 7 થઈ છે. આ સિવાય શહેરના વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. સમગ્ર મધ્યગુજરાતમાંથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દર્દી આવતા હોઈ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓની સારવાર માટે અલાયદો આઇસોલેશન વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ