છોકરીને મળવા ગયેલા યુવાનને બાંધીને માર માર્યો

મકરપુરા વિસ્તારમાં છોકરીને મળવા માટે રાત્રે 11 વાગે તેના ઘર પાછળ ગયેલા યુવાનને યુવતીના પરિવારજનોએ બાંધીને માર...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:01 AM
Vadodara - છોકરીને મળવા ગયેલા યુવાનને બાંધીને માર માર્યો
મકરપુરા વિસ્તારમાં છોકરીને મળવા માટે રાત્રે 11 વાગે તેના ઘર પાછળ ગયેલા યુવાનને યુવતીના પરિવારજનોએ બાંધીને માર માર્યો હતો. મકરપુરા એરફોર્સ પાસે પાર્વતીનગરમાં રહેતા નગીન અશોક માળીને શુક્રવારે રાત્રે 8 વાગે તેને ઓળખતી અને તેની સાથે બોલતી છોકરીનો ફોન આવ્યો હતો અને મને મળવા મારા ઘેર આવ તેમ જણાવતાં નગીન રાત્રે 11 વાગે તેના મકાનના પાછળના રસ્તેથી છોકરીના ઘેર ગયો હતો. તે છોકરી સાથે વાતો કરતો હતો ત્યારે યુવતીના પિતા અચાનક આવ્યા હતા અને નગીનના માથામાં પાઇપ ફટકાર્યો હતો, ત્યારબાદ અન્ય ત્રણ- ચાર શખ્સોએ પણ અને નગીનને બાંધી દઇ માર માર્યો હતો. કોઇએ નગીનના ઘેર જાણ કરતાં નગીનનાં માતાપિતા આવી ગયાં હતાં અને છોડાવીને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયાં હતાં. મકરપુરા પોલીસે આ મામલે સંજય પાટણવાડિયા, લાલો, અર્જુન અને ફતેસિંહ નામના શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

X
Vadodara - છોકરીને મળવા ગયેલા યુવાનને બાંધીને માર માર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App