સુરત સ્ટેશન પર ફાયરિંગ કરનાર કુખ્યાત ટાઇગર વડોદરામાં ઝડપાયો

વર્ચસ્વ માટે ટાઇગર- યુસુફ વચ્ચે હુમલા થતા રહે છે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:01 AM
Vadodara - સુરત સ્ટેશન પર ફાયરિંગ કરનાર કુખ્યાત ટાઇગર વડોદરામાં ઝડપાયો
ગત 13 સપ્ટેમ્બરે સુરત રેલવે સ્ટેશન પર યુસુફખાન પઠાણ પર ફાયરિંગ કરીને ફરાર થયેલા નામચીન ટાઇગર ઉર્ફે શીબુને પશ્ચિમ રેલવે એલસીબીએ શહેરના તરસાલી બ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો. સુરતના લીંબાયતમાં રહેતો મોહમદ યુસુફખાન ઇશરત ખાન પઠાણ તેના સાગરીત મોડેલની સાથે રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાંથી ઉતરીને પ્લેટફોર્મ નંબર 1 પરથી જઇ રહ્યો હતો, ત્યારે ટાઇગર ઉર્ફે સરફરાજ ઉર્ફે શીબુ મોહંમદ કાસીમ શેખ તેનો સાગરીત બિક્ષો સાથે આવ્યો હતો અને પાછળથી 2 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયો હતો. પશ્ચિમ રેલવે એલસીબી સુરત અને વડોદરાની ટીમે બાતમીના આધારે ટાઇગરને શહેરના તરસાલી ધનિયાવી બ્રિજ નીચેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી પિસ્તોલ પણ મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે લીંબાયતમાં વર્ચસ્વ જમાવવા યુસુફ અને ટાઇગર વચ્ચે અવારનવાર હુમલા થતા હતા. યુસુફ પોલીસના હાથે હથિયાર સાથે ઝડપાયો હતો.

X
Vadodara - સુરત સ્ટેશન પર ફાયરિંગ કરનાર કુખ્યાત ટાઇગર વડોદરામાં ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App