VSEના જૂના બે ડાઇરેક્ટરોને પદ પરથી હટાવી દેવાયા

નવું મેનેજમેન્ટ આવતાં લેવાયેલું આકરું પગલું બેનેે હટાવી નવા ત્રણ ડાઇરેકટરોની નિમણૂક કરાઈ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:01 AM
Vadodara - VSEના જૂના બે ડાઇરેક્ટરોને પદ પરથી હટાવી દેવાયા
નોરફ્લોક્સ ટેક્નોલોજી સર્વિસીસ દ્વારા વડોદરા સ્ટોક એક્સચેન્જનો વહીવટ હાથમાં લેતાંની સાથે વી.એસ.ઇના જૂના બે ડાઇરેક્ટરોને તેમના પદ પરથી હટાવવામાં અાવ્યા છે.તેમના સ્થાને નવા ત્રણ ડાઇરેકટરોની નિમણૂક કરવામાં આવી છે અને જૂના બે ડાઇરેકટરોને તેમના સ્થાન પર યથાવત્ રાખવામાં આવ્યા છે. સિંગાપોરની નોરફ્લોક્સ ટેકનોલોજી સર્વિસીસ દ્વારા વીએસસીમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે.તેની હિસ્સેદારી 60 તક જેટલી થવા પામે છે.નવા મેનેજમેન્ટે વહીવટ હાથમાં લેતાંની સાથે જૂના ડાઇરેક્ટરોમાંથી જગદીશ ઠક્કર અને નીતિન પરીખને તેમના પદ પરથી ખસેડી દીધા છે .તેમની જગ્યાએ બલજીત સિંગ, હની સિંગ અને ઉપવીન હરપાલની નિમણૂક નવા ડાઇરેક્ટરો તરીકે કરવામાં આવી છે. સિંગાપોરની કમ્પની 60 ટકા હિસ્સેદારી ધરાવે છે .જેમાં ગણતરીના લોકો છે જ્યારે 200 જેટલા બ્રોકરો ધરાવતો જૂનો સ્ટાફ 40 ટક જેટલી હિસ્સેદારી ધરાવે છે.અગાઉ કંપનીના બોર્ડમાં વી.એસ.ઇનાં પૂર્વ ચેરપર્સન સોનલ પરીખને અને સત્યનારાયણ શાહને ડાઇરેકટર તરીકે ચાલુ રાખ્યાં છે.

X
Vadodara - VSEના જૂના બે ડાઇરેક્ટરોને પદ પરથી હટાવી દેવાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App