છથી વધુ ચોરીમાં સામેલ બે શખ્સની પોલીસે ધરપકડ કરી

બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:01 AM
Vadodara - છથી વધુ ચોરીમાં સામેલ બે શખ્સની પોલીસે ધરપકડ કરી
સિવ બંગ્લોઝના મકાનમાંથી રૂા.3,16,000ની મતાની ચોરી કરવાના બનાવમાં વારસિયા પોલીસે અગાઉ લૂંટના પાંચ ગુના આચરી ચૂકેલા કુખ્યાત બે શખ્સની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, હરણી વારસિયા રિંગ રોડ પરના શિવ બંગ્લોઝમાં રહેતા જલ્પેશ ધર્મેન્દ્રભાઇ ભાવસારે ફરિયાદ નોંધાવી હતી કે, તસ્કરોએ તેમના મકાનમાંથી રૂા.2.40 લાખની કિંમતના સોનાના દાગીના તેમજ રૂા. 35 હજાર મળી કુલ રૂા.3,16,000ની મતાની ચોરી કરી હતી. દરમિયાનમાં અમદાવાદ જિલ્લા પોલીસે રાજાસિંગ ટાંક અને આયાસિંગ ભાદા નામના શખ્સની ધરપકડ કરી હતી.આ શખ્સે વિવિધ જગ્યાએ છથી વધુ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરતાં તેમાં ઉપરોક્ત ચોરીનો પણ સમાવેશ થતો હોઈ વારસિયા પોલીસે આરોપીનો કબજો મેળવ્યો હતો. આ સંબંધમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને નિવેદનો પણ લીધા છે.

X
Vadodara - છથી વધુ ચોરીમાં સામેલ બે શખ્સની પોલીસે ધરપકડ કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App