Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » રાષ્ટ્રીય મહિલા ટીમના કોચ માટે શહેરના અતુલ બેદાડે સહિત છ નામો શોર્ટ લિસ્ટ

રાષ્ટ્રીય મહિલા ટીમના કોચ માટે શહેરના અતુલ બેદાડે સહિત છ નામો શોર્ટ લિસ્ટ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:01 AM

મહિલા ટીમના કોચ બનવા દેશના 25 પૂર્વ ક્રિકેટરોએ ઇન્ટર્વ્યૂ આપ્યા હતા

  • રાષ્ટ્રીય મહિલા ટીમના કોચ માટે શહેરના અતુલ બેદાડે સહિત છ નામો શોર્ટ લિસ્ટ
    સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

    આગામી સપ્ટેમ્બર માસમાં શ્રીલંકામાં યોજાનાર આઇસીસી વિમેન્સ ચેમ્પિયનશિપની ત્રણ મેચમાં ભાગ લેનાર ભારતીય મહિલા ટીમ સાથે ઇન્ટર્મ કોચ જોડાશે પરંતુ ટીમના હેડ કોચ પદ માટે બીસીસીઆઇ દ્વારા વડોદરાના પૂર્વ વન્ડે ખેલાડી સહિત દેશના 25 દાવેદારોના ઇન્ટર્વ્યૂૂ લેવામાં આવ્યા હતા.25 પૈકી અતુલ બેદાડે સહિત છ જણનાં નામ શોર્ટ લિસ્ટ કરાયા હોવાનું જાણવા મળે છે.

    ક્રિકેટ સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્રીય ટીમની પસંદગી સમયે ક્રિકેટ એડવાઇઝરી કમિટીને સામેલ કરવી તેવી સુપ્રીમ કોર્ટની સૂચનાને લીધે હાલ વિમેન્સ ટીમના ફુલ ટાઇમ કોચની પસંદગી અટવાઈ ગઈ છે.ગયા મહિને મહિલા ટીમના કોચ તુષાર અરોઠેએ રાજીનામું આપ્યું તે પછી હેડકોચની જ્ગ્યા ખાલી પડી હતી.તાજેતરમાં બેંગાલુરુ ખાતે યોજાયેલ મહિલા ટીમના બાર દિવસના કેમ્પમાં રમેશ પોવારે નિરીક્ષણ કર્યું હતું.ગુરુવારે મુંબઈ ખાતે યોજાયેલ ઇન્ટર્વ્યૂમાં દેશ ભરના 25 જેટલા પૂર્વ ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ છ જણાનાં નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યાં છે તેમાં રમેશ પોવાર,સુનીલ જોશી,મમથા માબેન,અતુલ બેદાડે,સનથ કુમાર અને રાજકુમાર શર્માનો સમાવેશ થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending