અધ્યાપકોના અભ્યાસ, મેટરનિટીની રજાઓની ગણતરી APIમાં થશે નહીં

અગાઉ રજાની ગણતરી એપીઆઇમાં થતાં અધ્યાપકોને પ્રમોશનમાં મુશ્કેલી નડતી હતી વધારે પડતી રજાઓથી અધ્યાપકોનો...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:01 AM
Vadodara - અધ્યાપકોના અભ્યાસ, મેટરનિટીની રજાઓની ગણતરી APIમાં થશે નહીં
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

અધ્યાપકો દ્વારા લેવામાં આવતી તમામ રજાઓની નોંધ એપીઆઇ થતી હતી. પરંતુ તાજેતરમાં યુજીસી દ્વારા અધ્યાપકોની કેટલીક વિશેષ રજાઓને એપીઆઇમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો હતોે જેથી અધ્યાપકાને રાહત થશે. આ ઉપરાંત વધારે પડતી રજાઓના કારણે અધ્યાપકોને એકેડેમિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ બગડતો અટકશે.

અધ્યાપકના પ્રમોશનનો નિર્ણય એકેડેમિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (એપીઆઇ) ના આધારે કરવામાં આવે છે. નિર્ધારિત કરાયેલા એપીઆઇ થાય તો તેના આધારે જ પ્રમોશન મળવા માટેનો હકો મળતા હોય છે. પ્રોફેસરોએ નિયુક્તિ બાદ કેટલીક રજાઓ લીધી હોય તો તેની નોંધ પણ એ પી આઇમાં કરતી હોય છે. અત્યાર સુધી કોઈ પણ અધ્યાપકે બીમારીની રજા લીધી હોય તો તેની નોંધ પણ એપીઆઇમાં કરાતી હતી. આ ઉપરાંત અન્ય કોઇ જગ્યાએ ડેપ્યુટેશન પર મોકલવામાં આવે તો તેની નોંધ પણ કરાતી હતી. અધ્યાપક વિશેષ અભ્યાસ માટે રજાઓ લેતા હોય તો તે રજાઓની ગણતરી પણ કરાતી હતી. ખાસ કરીને મહિલા અધ્યાપક દ્વારા લેવામાં આવતી મેટરનિટી લીવ ને કારણે રજાઓની ગણતરીમાં સામેલ કરી દેવાતી હતી. ગુજરાત સહિત દેશભરમાંથી અધ્યાપકોએ કરેલી રજૂઆતોના પગલે એપીઆઇના નિયમોમાં ફેરફાર કરાયા છે જેમાં મેટરનિટી લીવ, ચાઇલ્ડ કેર, ઉચ્ચ અભ્યાસ માટે લેવાયેલી રજાઓ અથવા તો પ્રતિનિયુક્તિ માટે લેવી પડતી રજાઓની ગણતરી એપીઆઇમાં કરાશે નહીં. યુજીસી ની સ્પષ્ટતા બાદ આવી કોઇ રજાઓનો ઉલ્લેખ એપીઆઇમાં કરવામાં આવશે નહિ.

ઉચ્ચ અભ્યાસની રજા એપીઆઇમાં ગણાશે નહિ

અધ્યાપકો દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે લેવામાં આવતી રજાઓ તથા પ્રતિનિયુક્તિ માટે લેવી પડતી રજાઓની ગણતરીઓ હવેથી એપીઆઇમાં કરવામાં આવશે નહીં. અત્યાર સુધી અધ્યાપકો અભ્યાસ માટે રજાઓ લેતા હોય તેની નોંધ એપીઆઇમાં થતી હોવાથી ખરાબ પ્રદર્શન માની લેવામાં આવતું હતું.

X
Vadodara - અધ્યાપકોના અભ્યાસ, મેટરનિટીની રજાઓની ગણતરી APIમાં થશે નહીં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App