કંડારી ગુરુકુલ નજીક નાળા પાસેથી તાજી જન્મેલી બાળકી મળી આવી

કરજણ તાલુકાના કંડારી ગામે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુલ પાસે નેશનલ હાઇવે 48 પર આવેલ નાળા પાસેની અવાવરૂ જગ્યામાંથી એક...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:01 AM
કંડારી ગુરુકુલ નજીક નાળા પાસેથી તાજી જન્મેલી બાળકી મળી આવી
કરજણ તાલુકાના કંડારી ગામે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુલ પાસે નેશનલ હાઇવે 48 પર આવેલ નાળા પાસેની અવાવરૂ જગ્યામાંથી એક તાજી જન્મેલી ત્યજી દેવાયેલી બાળકી મળી આવતા તેને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ ત્યાંથી વડોદરા ખસેડવામાં આવેલ પરંતુ બાળકીનું મોત નીપજ્યું હતું.

કંડારી ગામ પાસે નેશનલ હાઈવે 48 પર આવેલ સ્વામીનારાયણ ગુરૂકુલ નજીક આવેલ નાળા પાસેની અવાવરૂ જગ્યામાં કોઈક ઇસમોએ પોતાનું પાપ છુપાવવા માટે તાજી જન્મેલ નવજાત બાળકીને ત્યજી દેવામાં આવેલી હતી. બિનવારસી હાલતમાં તાજી જન્મેલી બાળકી પડેલ હોવાનો કોલ 108ને આવતા નવજાત બાળકીને લઈને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા સયાજીમાં ખસેડેલ હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. પોલીસે નવજાત બાળકીને ત્યજી દેનારની શોધખોળ આદરેલ છે.

X
કંડારી ગુરુકુલ નજીક નાળા પાસેથી તાજી જન્મેલી બાળકી મળી આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App