તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુનિ. વિદ્યાર્થીસંઘની ચૂંટણીમાં 41887 મતદારો નોંધાયેલા છે

યુનિ. વિદ્યાર્થીસંઘની ચૂંટણીમાં 41887 મતદારો નોંધાયેલા છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

યુનિ.વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે રજિસ્ટ્રર થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા જાહેર કરાઈ છે. યુનિવર્સિટીની 14 ફેકલ્ટી અને 3 કોલેજો મળીને કુલ 41887 વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં સૌથી વધુ કોમર્સ ફેકલ્ટીના 4 યુનિટના મળીને 17,202 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે સંસ્કૃત મહાવિદ્યાલયમાં માત્ર 38 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ગત વર્ષે 40,635 વિદ્યાર્થી હતા જેની સામે 1252નો વધારો થયો છે અને તે વધીને 41,887 વિદ્યાર્થીઓ થયા છે. કોમર્સ બાદ સાયન્સ ફેકલ્ટીમાં 4916 વિદ્યાર્થીઓ નોંધાયા છે,ટેક્નોલોજી ફેકલ્ટીમાં 3920,આર્ટ્સ ફેકલ્ટીમાં 3358 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જર્નાલિઝમ ફેકલ્ટીમાં 111,મેનેજમેન્ટ ફેકલ્ટીમાં 151,ફાર્મસી 185,પર્ફોર્મિંગ આર્ટ્સમાં 373,સોશ્યલ વર્કમાં 384 વિદ્યાર્થીઓ નોંધાયા છે. યુનિવર્સિટીની 14 ફેકલ્ટી અને ત્રણ કોલેજોમાંથી કુલ 31 જેટલા એફઆરની પોસ્ટ જાહેર કરવામાં આવી છે જેમાંથી 23 બેઠકો પર 101 ઉમેદવારો મેદાનમાં છે. ં એજ્યુકેશન સાઇકોલોજી,હોમ સાયન્સ,સોશ્યલ વર્ક,ફાર્મસી ફેકલ્ટીમાં બીનહરીફ એફઆર જાહેર થાય છે.એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...