પ્રતાપનગર પોલીસ કોમ્યુનિટી હોલ નજીકના ઘરમાંથી 82 હજારની ચોરી

બાળકીએ જમા કરેલા રૂપિયા ભરેલું પર્સ પણ તસ્કરો ઉઠાવી ગયા

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:01 AM
Vadodara - પ્રતાપનગર પોલીસ કોમ્યુનિટી હોલ નજીકના ઘરમાંથી 82 હજારની ચોરી
પ્રતાપનગર સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલની સામે આવેલા એપાર્ટમેન્ટના બંધ મકાનને પરોઢે નિશાન બનાવી તસ્કરો રૂ. 82 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પ્રતારનગર બ્રીજ પાસે આવેલા ગુરૂ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ સુખદેવ ચાવલા પત્ની અને પુત્રી હીર સાથે ગત રાત્રે 12:15 વાગ્યાના અરસામાં નજીકમાં રહેતા પિતાના ઘરે સુંવા માટે ગયા હતા. જ્યાં સવારે 9 વાગ્યાની આસપાસ ઘરે પહોંચેલા ધોબીએ ઘરનો દરવાજો ખખળાવતા કોઇ જવાબ મળ્યો ન હતો. તેણે ફોન કરી દરવાજુ ખોલવા માટે કહ્યું હતુ. પરંતુ દરવાજુ તો હું લોક કરીને આવ્યો હતો. જેથી મેં ઘરમાં જોવાનુ કહેતા તમામ સામાન વેરવિખેર હોવાનુ જણવાયું હતુ.

જેથી ચાવલા તાત્કાલીક ઘરે પહોંચી જોતાઘરના મુખ્ય દરવાજાનુ તાળુ તુટેલી હાલતમાં હતુ. ઘરમાં તપાસ કરતા તિજોરીમાં મુકેલી સોના ચાંદીના દાગીના તેમજ મારી દિકરી હીરે ભેગા કરેલા રૂા. 35 હજાર ભરેલું પર્સ જોવા મળ્યું ન હતુ. ચાવલાના સસરાએ ભેગી કરેલી ચલણી નોટો તેમજ સાસુ સસરાએ હીરને ભેટ કરેલી કાનની બુટ્ટીઓ પણ જોવા મળી ન હતી. હપ્તો ભરવા માટે મુકેલી રોકડ રકમ પણ ઉપાડી ગયા હતા. ઘટના સ્થળે તપાસ કરતા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. 82,500ની મત્તાની ચોરીની ફરીયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.

X
Vadodara - પ્રતાપનગર પોલીસ કોમ્યુનિટી હોલ નજીકના ઘરમાંથી 82 હજારની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App